Connect Gujarat
ગુજરાત

ઈડર : ઈડરના મુટેડી ગામમાં પતંગ પકડવા જતાં કિશોર કૂવામાં ખાબક્યો

ઈડર : ઈડરના મુટેડી ગામમાં પતંગ પકડવા જતાં કિશોર કૂવામાં ખાબક્યો
X

ઉત્તરાયણને હવે ગણતરીના પાંચ દિવસ બાકી છે ત્યારે ગુજરાતમાં ભરૂચ જિલ્લા અને સાબરકાંઠામાં પતંગ અને દોરીના કારણે 2 લોકોના જીવ ગયા છે. ઈડર તાલુકાના મુડેટી ગામમાં 15 વર્ષીય કિશોર પતંગ પકડવાની લ્હાયમાં એક અવાવરું કૂવામાં ખાબક્યો હતો. પંરતુ તેને રેસ્ક્યૂ કરીને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડાય તે પહેલા જ તેનું મોત થયું હતું.

મળતી વિગત અનુસાર ઈડર તાલુકાના મુટેડી ગામ આયુષ કમલેશભાઈ સુતરીયા (ઉ. વ. 15) આજે પતંગ પકડવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન તે કૂવામાં પડતાં ગામ લોકોને જાણ થઈ હતી. જેને પગલે તાત્કાલિક ફાયર ફાયટર અને ઈમર્જન્સી સેવા 108ને જાણ કરવામાં આવી હતી. જેથી ગણતરીના કલાકમાં જ ટીમો પહોંચીને બચાવ કામગીરી કરી હતી. પરંતુ કિશોરને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. પરંતુ તે કૂવામાં પાણી પી જતાં 108માં ઈડર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઈડર સિવિલ હોસ્પિટલમાં કિશોરને ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો. ઉત્તરાયણ પહેલા જ વ્હાલસોયા દીકરાને ગુમાવતા માતા-પિતા પર આભ ફાટ્યું છે. માતાપિતા અને ગ્રામજનોએ અકસ્માતે કૂવામાં પડીને કિશોર મોતને ભેટતા તમામની આંખોમાં આંસુઓ વહેતા હતા.

Next Story