Connect Gujarat
ગુજરાત

"મંત્રીઓની પાઠશાળા": પ્રથમ વાર બનેલા મંત્રીઓને દરરોજ એક કલાક વહિવટનું જ્ઞાન અપાશે

મંત્રીઓની પાઠશાળા: પ્રથમ વાર બનેલા મંત્રીઓને દરરોજ એક કલાક વહિવટનું જ્ઞાન અપાશે
X

રાજ્યમાં નવી બનેલી સરકારનો પહેલો પડકાર વિધાનસભાનું ચોમાસુ સત્ર છે ત્યારે નવી સરકારે પ્રથમ વાર જ બનેલા નવા મંત્રીઓને વહિવટનું જ્ઞાન અને વિપક્ષના આક્રમણ સામે લડી લેવાની કુનેહ શીખવાડવા સોમવારથી દરરોજ એક કલાક નવા મંત્રીઓની વિશેષ પાઠશાળા શરૂ કરવામાં આવી છે.

આ પાઠશાળામાં જે તે મંત્રીઓને તેમના વિભાગની કામગીરીથી માંડીને યોજનાઓ નીતિઓ અને નિર્ણયો અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 20 જેટલા મંત્રી એવા છે કે જે પ્રથમ વખત મંત્રી બન્યા છે, એટલું જ નહીં આ મંત્રીઓને કેબિનેટના મંત્રી પદ તરીકે શપથ લેવડાવવામાં આવ્યા છે.


આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક વર્ષ દરમિયાન આ તમામ મંત્રીઓએ પરફોર્મન્સ દેખાડવું પડશે. લોકોને સંવેદનશીલ સરકારનો અનુભવ કરવો પડશે. પ્રજાના કામો ઝડપથી ઉકેલવા પડશે પોતાના વિભાગનું સો ટકા પર્ફોર્મન્સ આપવું પડશે સૂત્રોથી ખબર મળી રહી છે.

પ્રથમ વખત મંત્રી બનેલા મંત્રીઓને વહીવટી કામકાજની સૂઝ બુઝ માટે વિશેષ પાઠશાળા અને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે સોમવારથી દરરોજ એક કલાક ચલાવવામાં આવશે. આમ નવા મંત્રીઓ પોતાના કાર્યોથી જનતા વચ્ચે જશે.

Next Story