Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડી, 11 ડિગ્રી સાથે ગાંધીનગર બન્યું ઠંડુ શહેર

શિયાળાની સિઝન શરૂ થતા જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો

રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડી, 11 ડિગ્રી સાથે ગાંધીનગર બન્યું ઠંડુ શહેર
X

શિયાળાની સિઝન શરૂ થતા જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીની મજાલેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, વહેલી સવારે મોનિંગ વોક માટે નીકળી જવું એ પણ એક લાહવો હોય છે. બીજી તરફ ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી અહેસાસ થવા લાગ્યો છે. જ્યારે બપોર બાદ સામાન્ય ગરમીનો પણ અહેસાસ થાય છે. આમ શિયાળામાં ઠંડી અને ગરમી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ગઈ કાલે 11 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું હતું, જ્યારે નલિયામાં પણ 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે 18 ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુગાર બન્યું છે. તો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી રાજ્યમાં ડિસેમ્બર મહિનાની ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10 થી 12 ડીગ્રી નો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે.

Next Story