Connect Gujarat
ગુજરાત

કમોસમી વરસાદની "આગાહી" : ખેડૂતોએ કાળજી લેવા ગુજરાત સરકારે તાકીદ કરી

કમોસમી વરસાદની આગાહી : ખેડૂતોએ કાળજી લેવા ગુજરાત સરકારે તાકીદ કરી
X

ભારત મૌસમ વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના કેટલાક જીલ્લાઓમાં આગામી 2 દિવસ દરમ્યાન 30થી 40 કિ.મી./કલાક (ઝટકા)ની ઝડપ સાથે છૂટી છવાયી જગ્યાએ હળવા વરસાદ (છાંટા) પડવાની સંભાવના છે.

જોકે, રાજ્યભરમાં આગામી 2 દિવસમાં કમોસમી વરસાદની આગાહી હોય જેને ધ્યાને લઇ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે. ઘાસચારો વિગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી. વેચાણ અર્થે એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત જણસી ઢાંકીને લઈ જવી. એ.પી.એમ.સી.માં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને વિનંતી છે. પશુઓ માટેના ઢાળિયા કે, કાચા શેડ વ્યવસ્થિત રાખવા ખેતી ઇનપુટ એટલે કે, બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં રાખવો. વરસાદની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે, સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી તેમજ જિલ્લાના વિસ્તરણ તત્ર મારફત ખેડૂતોને માહિતગાર કરી જરૂરી પ્રચાર પ્રસાર કરવો.

આ હવામાન પરીસ્થિતિમાં ઉભા પાકો માટે હવામાન આધારિત કૃષિ સલાહ આપવામાં આવે છે. તુવેરના દાણાની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થઇ શકે છે. જેમાં જણાવ્યા અનુસાર, પાક અવસ્થા વાનસ્પતિક/ફૂલ/લૂમનો વિકાસ પરિપકવતામાં પાક ઉપર પવનની ગતિ સાથે હળવા વરસાદ થવાને કારણે છોડ ઢળી પડે અને ફૂલોનું ખરણ થઇ શકે. બિન કોમન મોઝેઇક વાયરસનો ઉપદ્રવ થઇ શકે. પવનની ગતિ સાથે હળવા વરસાદ થવાને કારણે છોડ ઢળી પડે અને ઉત્પાદન ઉપર અસર થઇ શકે. વાદળછાયા હવામાનના કારણે રોગ-જીવાતનો ઉપદ્રવ થઇ શકે. જેને થતું અટકાવવા માટેના ઉપાયો જેવા કે, પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું. એગ્રો કેમિકલ્સનો છંટકાવ હાલ પૂરતો ટાળવો. પાળા ચઢાવવા જેથી છોડ ઢળી પડવા સામે રક્ષણ મળી શકે છે. લૂમની વિકાસ અવસ્થાએ છોડને ટેકો આપવા, રોગ-જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબના પાક-સંરક્ષણના પગલા લેવા, પરિપકવ પાકની કાપણી ઝડપથી પૂર્ણ કરવી અને કાપણી કરેલ પાકને સુરક્ષિત જગ્યાએ મુકવો અથવા તેને ટાળપત્રી દ્વારા ઢાંકીને પવન અને વરસાદથી સુરક્ષિત રાખવા અંગે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તાકીદ કરવામાં આવી છે.

Next Story