Connect Gujarat
ગુજરાત

અમદાવાદ CID ના DySPની ગાડીમાંથી ઝડપાયો વિદેશી દારૂ, ડ્રાઈવર સહિત 2 ઝડપાયા

અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ સાથે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદ CID ના DySPની ગાડીમાંથી ઝડપાયો વિદેશી દારૂ, ડ્રાઈવર સહિત 2 ઝડપાયા
X

અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ સાથે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. CID ક્રાઈમના ઇન્ચાર્જ DySP રજા ઉપર હોવાથી તેમની સરકારી ગાડી લઈને ડ્રાઈવર વિષ્ણુ ચૌધરી અને જયેશ ચૌધરી રાજસ્થાન દારૂ ભરવા ગયા હતા. રાજસ્થાની પરત ફરવા સમયે બનાસકાંઠા LCB પોલીસે તપાસ કરતાં ગાડીમાંથી 17 પેટી દારૂ મળી આવ્યો હતો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડર ઘણીવાર દારૂનો જથ્થો ઝડપાયો હોય છે. ગુજરાતમાં પાડોશી રાજ્યો માંથી યેનકેન પ્રકારે દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતા હોય છે. દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySPની ગાડીમાંથી LCBએ દારૂનો જથ્થો ઝડપ્યો છે. Dysp ક્રાઇમનો ડ્રાઇવર રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂ ભરીને ગુજરાતમાં આવી રહ્યો હતો. આ દરમિયાન પાંથાવાડા પોલીસે તેની ધરપકડ કરી હતી. Dysp ના ડ્રાઇવરની ધરપકડ ના સમાચાર વહેતા થતાં ખળભળાટ મચી ગયો છે આ મામલે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પણ વાત પહોંચી છે

Next Story