Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ AMC ના પૂર્વ નેતા દિનેશ શર્માએ આપ્યું રાજીનામુ

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આવતા રાજકારણ ગરમા આવવાનું શરૂ થયું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે.

ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ AMC ના પૂર્વ નેતા દિનેશ શર્માએ આપ્યું રાજીનામુ
X

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આવતા રાજકારણ ગરમા આવવાનું શરૂ થયું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. AMC પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, મંગળવારે જ કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે આજે ફરીથી ગુજરાત કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે.

AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર દ્વારા રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી દિનેશ શર્માનું રાજીનામું આપી દીધું છે. દિનેશ શર્મા કોંગ્રેસની કાર્ય પ્રણાલી થી નારાજ હતા. 21મી ફેબ્રુઆરી પ્રિયંકા ગાંધીને ટેગ કરીને તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી. એએસમી પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ ટ્વિટ કરી પોતાની વેદના ઠાલવી હતી. એએમસી પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ પોતાની નારાજગી વ્યકતિ કરી કહ્યું હતું કે પહેલાના સમયમાં રાજા રજવાડા હતા. રાજાઓ જે આદેશ અને નિર્ણય જાહેર કરે તે તમામ પ્રજા સ્વીકાર કરવાનો રહેતો હતો. પરંતુ આજે આઝાદ ભારતમાં જે સરદાર વલ્લભાઇ પટેલ અને મહાત્મા ગાંધીની કોંગ્રેસ છે. કોંગ્રેસના નેતાઓ લોહિ રેડી કોંગ્રેસ પક્ષનું સિંચન કર્યું છે. પરંતુ આજે પાર્ટીમાં કેટલાક ખોટા નિર્ણય લેવામા આવી રહ્યા છે. જે અંગે મને નારાજગી છે.આમ ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહયા છે.

Next Story