Connect Gujarat
ગુજરાત

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે આવશે ચૂંટણીના મેદાને, વાંચો વધુ..!

શંકરસિંહ વાઘેલા 'પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' લઈને આવશે. થોડા જ દિવસોમાં શંકરસિંહ વાઘેલા પોતાની અલગથી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે આવશે ચૂંટણીના મેદાને, વાંચો વધુ..!
X

ગુજરાતના રાજકારણમાં ફરીથી નવો વળાંક આવશે. રાજકારણમાં સૌથી વધુ અનુભવી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવી. વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા 'પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' લઈને આવશે. થોડા જ દિવસોમાં શંકરસિંહ વાઘેલા પોતાની અલગથી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે પોતાની નવી પાર્ટી બનાવવા જઈ રહ્યા છે. આગામી વિધાનસભામાં શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે ચૂંટણી લડવા માટે મેદાને ઉતરશે, ત્યારે અગાઉ 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ 'જન વિકલ્પ'ના નામે પાર્ટી ઉભી કરી હતી, ત્યારે હવે એકવાર ફરી 'પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' લઈને શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવશે. જોકે, શંકરસિંહ બાપુએ 3 સપ્તાહ અગાઉ પોતાના સમર્થકો સાથે પોતાના નિવાસ્થાને મહત્વની બેઠક કરી હતી.

આ બેઠકમાં શંકરસિંહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેવા પ્રકારની કામગીરી કરવી તે મામલે ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસમાં જોડાવા અંગે તેમજ ગુજરાતમાં લઠ્ઠાકાંડ અંગે તેઓએ મહત્વનું નિવેદન આપ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવા અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે.' એટલે કે, એ સમયે શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાં જોડાવવાનો સંકેત આપ્યા હતા. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જવાના એંધાણ આપ્યા હતા,

પરંતુ તેઓએ જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાનું વચન આપે તો તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી તેમને શરત મૂકી હતી, ત્યારે હવે શંકરસિંહ વાઘેલા આગામી ચૂંટણીમાં કેવા પ્રકારના રોલ રહેશે તે તો આવનાર સમય બતાવશે.

Next Story