Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલના અંગત મિત્રના ટ્વીટથી ખળભળાટ, વાંચો શું કરી પોસ્ટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ ગુજરાતના રાજકીય પક્ષોમાંથી મોટા ધડાકા સંભળાઈ રહ્યા છે.

હાર્દિક પટેલના અંગત મિત્રના ટ્વીટથી ખળભળાટ, વાંચો શું કરી પોસ્ટ
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ ગુજરાતના રાજકીય પક્ષોમાંથી મોટા ધડાકા સંભળાઈ રહ્યા છે.કોંગ્રેસમાં તો જાણે સન્નાટો છવાઈ ગયો છે.હજૂ નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી પણ નથી થઈ ત્યાં હાર્દિક પટેલ નરેશ પટેલને હાથો બનાવી કોંગ્રેસને અલવિદા કરવાની તૈયારી કરી રહ્યો છે. જેમાં હવે પીટીઆઈ સાથે વાત કરતા હાર્દિક પટેલે સૌથી મોટા સંકેત આપ્યા છે.અને તેણે સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું છેકે, કોંગ્રેસમાં મારી વારંવાર અવગણના થાય છે. અને કોંગ્રેસના નેતાઓ ઈચ્છેછે કે, હું કોંગ્રેસ છોડી દઉં. હાર્દિક પટેલ 2-3 દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત કોંગ્રેસ પર પોતાનો બળાપો ઠાલવી રહ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ છોડી આપમાં પગરવ માંડશે તેવી ચર્ચાઓ પણ જોર પકડ્યું છે. એવામાં હાર્દિક પટેલના ખાસ દોસ્ત AAP નેતા નિખિલ સવાણી એ ટ્વીટ કરી વહેતી વાતોને જાણે મહોર મારી છે. સવાણીએ લખ્યું છે કે આગામી દિવસમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગવાની તૈયારી..આ ટ્વીટ થતાં હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે અને AAP પાર્ટીનું ઝાડુ પકડે તેવી વાતને વધુ વેગ મળ્યો છે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી શા માટે જઈ શકે છે..? તેવા સવાલો દરેક વ્યક્તિને થતા હશે.તો આપને જણાવી દઈએ કે, સૌથી પહેલા તો હાર્દિક પર ચાલી રહેલા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.


સુપ્રીમ કોર્ટનો સ્ટે મળતા જ ચૂંટણી લડવાનું મોકળું મેદાન મળી ગયું છે.બીજી તરફ ભાજપ સરકાર પણ પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવા ની તૈયારીમાં છે પરંતુ હાર્દિકના આક્ષેપ પ્રમાણે, કોંગ્રેસ ગોળ ગોળ વાતો કરી પાટીદારોનું અપમાન કરી રહી છે.2017માં કોંગ્રેસને પાટીદાર આંદોલનકારીઓ નેતાના કારણે ફાયદો થયો હતો. પરંતુ 2019 પછી કોંગ્રેસે મારો અને પાસના નેતાઓનો ઉપયોગ ન કર્યો.જાહેર મંચો પર હવે પાટીદાર નેતાઓને સ્થાન નથી અપાતું અને સારા નિર્ણયોમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ મારી ગણના ન થઈ હોવાના હાર્દિકે આક્ષેપો લગાવ્યા છે

Next Story