Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજથી જુનિયર ડોક્ટરો પડતર માંગોને લઈને કરશે વિરોધ પ્રદર્શન

રાજ્યમાં આજથી જૂનિયર ડોક્ટર એસોસિએશ પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરશે. તબીબોઓ જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

રાજ્યમાં આજથી જુનિયર ડોક્ટરો પડતર માંગોને લઈને કરશે વિરોધ પ્રદર્શન
X

રાજ્યમાં આજથી જૂનિયર ડોક્ટર એસોસિએશ પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરશે. તબીબોઓ જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જૂનિયર તબીબો સવારે 10 કલાકે બીજે મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરી દેખાડો કરશે, તબીબોની માંગ છે કે રેસીડેન્ટ ડોક્ટરો પર કામનો બોજ વધ્યો છે. NEET PG કાઉન્સેલિંગ પાછળ ઠેલાતા નવા ડોક્ટરોની અછત વર્તાઈ રહી છે. જેથી આવનાર ડોક્ટરોની શૈક્ષણિક કારર્કિતી પણ પાછળ ઠેલાઈ છે.

માંગણીઓને લઇ વારંવાર કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કર્યા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી તમામ ડોક્ટર એસોશિએશન દ્વારા આજે બીજે મેડિકલ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ જો માંગ નહીં સ્વાકારાય તો જૂનિયર તબીબોએ 29 નવેમ્બરે હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે અને આગામી દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.શુક્રવારે ડોક્ટરોના અલગ-અલગ રાષ્ટ્રીય સંગઠનો દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે, ત્યારબાદ સફદરજંગ હોસ્પિટલ, RML અને લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોએ 27 નવેમ્બરે OPDમાં દર્દીઓની સારવાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.દિલ્હી ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પણ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને સમર્થન આપવામાં આવી રહ્યુ છે. અહેવાલો અનુસાર, આ રેસિડેન્ટ ડોક્ટરો દિલ્હી આવીને વિરોધ પ્રદર્શનમાં પણ ભાગ લેશે. એસોસિએશનના પ્રમુખે કહ્યું કે, શનિવાર સાંજે પાંચ વાગ્યે દિલ્હીના જંતર-મંતર પર ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરશે. સાથે જ તમામ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોને ઓપીડી બંધ રાખવા પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ પણ આ હડતાળને સમર્થન આપ્યું છે. હડતાળને કારણે શનિવારે દિલ્હી સહિત દેશભરની હોસ્પિટલોમાં OPD સેવાઓ પ્રભાવિત થશે.

Next Story