Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલ સાથે ઉદ્યોગ મંડળોની બેઠક યોજાય,જુઓ શું લેવાયા નિર્ણય

ગુજરાતના ઉદ્યોગ મંડળોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મહતવણી બેઠક યોજાઇ હતી જેમાં મહત્વના અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા.

X

ગુજરાતના ઉદ્યોગ મંડળોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મહતવણી બેઠક યોજાઇ હતી જેમાં મહત્વના અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ગુજરાતના ઔદ્યોગિક એસોસીએશનના પ્રતિનિધિ મંડળ જીઆઇડીસી દ્વારા મુખ્યમંત્રીની મુલાકાત લઇ રાજ્ય સરકાર અસરકારક અને ઝડપી પ્રયત્નોને કારણે કેંદ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને વચગાળાના ટ્રાયલ રન પરવાનગી બાબતે જે રાહત આપી તે માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો. રાજ્યમાં આવેલ કેમિકલ, ફાર્માસ્યુટીકલ, પેસ્ટીસાઇડ જેવા ઉદ્યોગો જેમાંથી જોખમી કચરો નીકળે છે તેના પુન:વપરાશ માટે ભારત સરકારના નિયમ મુજબ એસ.ઓ.પી બનાવવાની જરૂર હતી.

આ કામગીરી માટે ભારત સરકારે સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સત્તા આપેલ.આ માટે જી.પી.સી.બી દ્વારા કાર્યભારણ વધુ હોવાના કારણે વચગાળાની નીતિ બનાવેલ. પરંતુ આ બાબતે સી.પી.સી.બી દ્વારા ધ્યાન દોરી આ કામગીરી બંધ કરવા સુચના આપેલ.જેના પરિણામે ઉદ્યોગોને ભવિષ્યમાં થનાર મુશ્કેલીઓનો સરકાર અંદાજ આવતા તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકારમાં રજુઆત કરતા એક જ દિવસમાં આ પ્રશ્નોનું નિરાકરણ લાવી એસ.ઓ.પી બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જીપીસીબીએ હુકમ કરેલ છે.સીપીસીબી દ્વારા જીપીસીબીની રજુઆત માન્ય રાખેલ છે જે ઉદ્યોગો માટે ઘણી રાહતકારક છે.

Next Story