Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: કમલમ ખાતે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, શહીદોને કરવામાં આવ્યા યાદ

ગાંધીનગર: કમલમ ખાતે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, શહીદોને કરવામાં આવ્યા યાદ
X

ગાંધીનગર કમલમ ખાતે આજે 76મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ. જે નિમિત્તે CR પાટીલ ના હસ્તે ધ્વજવંદન કરાયું. જે દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ધ્વજ વંદન કર્યા બાદ સી આર પાટિલે કહ્યું કે 'આજે આપણે 75મો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આખા દેશમાં આઝાદી મળી ત્યારે જે માહોલ હતો તેના કરતા પણ અનેક ગણો ઉત્સાહનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે.


આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન આખા દેશમાં આહ્વાન કર્યું હતું કે હર ઘર તિરંગા ના આ આહવાન ને આખા દેશના લોકો આ રીતે પ્રતિસાદ આપશે. પરંતુ આપણે જોઈ રહ્યાં છીએ કે હર ઘર તિરંગા નહીં પરંતુ હર જગહ તિરંગાને પ્રતિસાદ મળ્યો છે. કોઇ પણ જગ્યાએ નાનો-મોટો બિઝનેસ કરવા વાળો વ્યક્તિ હશે કે પછી કોઇ લારી ચલાવતો હશે એવી દરેક જગ્યા પર આપણે તિરંગો લહેરાયો જોયો છે દેશમાં એક ઉન્માદ નું વાતાવરણ, એક દેશ પ્રેમ નું વાતાવરણ એ આપણને જોવા મળી રહ્યું છે.

દર વર્ષે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણે જ્યારે ધ્વજ વંદન કરીએ છીએ ત્યારે આપણે એક સંકલ્પ પણ કરતા હોઈએ છીએ કે આ જે સ્વતંત્રતા આપણને મળી છે તેની માટે જેમણે-જેમણે શહીદી વહોરી લીધી તેમના કુટુંબને આપણે પ્રણામ કરીએ છીએ, તેમને યાદ કરતા હોઈએ છીએ. આપણે પણ જ્યારે ધ્વજ વંદન કરીએ છીએ ત્યારે આપણે એક સંકલ્પ કરવો જોઇએ કે અમે પણ જો આ દેશ માટે શહીદી આપવાની જરૂરિયાત પડશે તો અમે તૈયાર છીએ

Next Story