Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: સી.એમ.ભુપેન્દ્ર પટેલે દશેરાના પર્વ નિમિત્તે નિવાસ સ્થાને શસ્ત્ર પૂજન કર્યું

મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે.

ગાંધીનગર: સી.એમ.ભુપેન્દ્ર પટેલે દશેરાના પર્વ નિમિત્તે નિવાસ સ્થાને શસ્ત્ર પૂજન કર્યું
X

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકો ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ નિવાસસ્થાને આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં પાઠવી હતી. મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ ઉત્સવે આપણે સૌએ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન વિજ્યાદશમી પર્વે શરૂ કરાવેલી શસ્ત્ર પૂજનની પરંપરામાં આ વખતે સહભાગી થવાની પોતાને તક મળી છે તેનો હર્ષ પણ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીના સલામતી અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રતિ વર્ષ વિજયાદશમીએ શસ્ત્ર પૂજન વિધિ મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં યોજાય છે.આ વર્ષે યોજાયેલી શસ્ત્ર પૂજન વિધિમાં મુખ્યમંત્રીના સલામતી પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા

Next Story
Share it