Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: સી.એમ.ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: માર્ગના સમારકામ માટે ધારાસભ્યોને ફાળવાશે રૂ.2 કરોડની ગ્રાન્ટ

શહેરી વિસ્તારમાં આવતા 35 ધારાસભ્યોની ગ્રાન્ટમાં 2 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ગાંધીનગર: સી.એમ.ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: માર્ગના સમારકામ માટે ધારાસભ્યોને ફાળવાશે રૂ.2 કરોડની ગ્રાન્ટ
X

રોડ રસ્તાઓને લઇ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.રોડ રસ્તાના સમારકામ માટે MLA ગ્રાન્ટ મોટો વધારો કરવા આવ્યો છે. શહેરી વિસ્તારમાં આવતા 35 ધારાસભ્યોની ગ્રાન્ટમાં 2 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2021-22માં MLAને જે પણ ગ્રાન્ટ મળે છે તેનાથી 2 કરોડની ગ્રાન્ટ વધુ ફાળવામાં આવશે. પણ ગ્રાન્ટનો ઉપયોગ રોડ રસ્તા અને સમારકામ માટે વાપરવાનો રહેશે. 35 ધારાસભ્યોને 70 કરોડની ગ્રાન્ટ માર્ગ મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.ગુજરાતના શહેરી મત વિસ્તાર ધરાવતા 35 જેટલા ધારાસભ્યો માટે રાજ્ય સરકારે તિજોરીના દ્વારા ખૂલ્યા છે. માર્ગ મરામત અને વિકાસના કાર્યો હાથ ધરી શકે તે હેતુથી MLA દીઠ 2 કરોડથી વધુ ગ્રાન્ટ ફાળવવા ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગે નિર્ણય લીધો છે. આ ગ્રાન્ટ ફાળવાથી શહેરના રસ્તા ચોમાસામાં ધોવાયા બાદ ફરી ચકાચક થશે. મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો હકારાત્મક પ્રતિસાદ આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story