Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : કેનેડાના કોન્સ્યુલ જનરલ સુકેલીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી...

કેનેડાની ફાયનાન્સિયલ સંસ્થાઓ-ફિનટેક કંપનીઓને ગિફ્ટ સિટીની વર્લ્ડ ક્લાસ સુવિધાઓનો લાભ લેવા ગિફટ સિટીમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું.

ગાંધીનગર : કેનેડાના કોન્સ્યુલ જનરલ સુકેલીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી...
X

કેનેડાના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. કેનેડા-ગુજરાત વચ્ચે શિક્ષણ-ઇન્વેસ્ટમેન્ટ-ગ્રીન કલીન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહભાગીતાની તકો અંગે પરામર્શ કર્યો હતો. કેનેડાની ફાયનાન્સિયલ સંસ્થાઓ-ફિનટેક કંપનીઓને ગિફ્ટ સિટીની વર્લ્ડ ક્લાસ સુવિધાઓનો લાભ લેવા ગિફટ સિટીમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું.

કેનેડાના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત લઈ કેનેડા-ગુજરાત વચ્ચે શિક્ષણ-ઇન્વેસ્ટમેન્ટ-ગ્રીન કલીન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહભાગીતાની તકો અંગે પરામર્શ કર્યો હતો. કેનેડાની ફાયનાન્સિયલ સંસ્થાઓ-ફિનટેક કંપનીઓને ગિફ્ટ સિટીની વર્લ્ડ ક્લાસ સુવિધાઓનો લાભ લેવા ગિફટ સિટીમાં રોકાણ માટે મુખ્યમંત્રીએ આમંત્રણ આપ્યું હતું. અમદાવાદમાં કેનેડાએ શરૂ કરેલી ટ્રેડ કમિશનર સર્વિસ ઓફિસને રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ અંગે કોન્સ્યુલ જનરલ સુકેલીએ આભાર વ્યક્ત કર્યો હતો.

કેનેડા-ભારત અને ગુજરાત વચ્ચેના પરસ્પર ઉષ્માપૂર્ણ સંબંધો અને ખાસ કરીને શિક્ષણ, ઔદ્યોગિક રોકાણ તેમજ ગ્રીન એન્વાયરમેન્ટ, કલીનટેક જેવા વિષયોમાં સહભાગીતાની તકો વિશે આ બેઠકમાં ફળદાયી પરામર્શ કર્યો હતો.

Next Story