Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ચૂંટણી પંચે જિલ્લા શિક્ષણ વિભાગને આપી સૂચના, વહેલી ચૂંટણી થવાની શક્યતાઑ..

૨૦૨૨ એટલે ગુજરાત વિધાનસભાની ચુંટણીનું વર્ષ.આમ તો ૨૦૨૨માં ડીસેમ્બર મહિનામાં વિધાનસભાની ચુંટણી યોજશે,

ગાંધીનગર : ચૂંટણી પંચે જિલ્લા શિક્ષણ વિભાગને આપી સૂચના, વહેલી ચૂંટણી થવાની શક્યતાઑ..
X

૨૦૨૨ એટલે ગુજરાત વિધાનસભાની ચુંટણીનું વર્ષ.આમ તો ૨૦૨૨માં ડીસેમ્બર મહિનામાં વિધાનસભાની ચુંટણી યોજશે, પરતું વર્તમાન સમીકરણો જોતા ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી વહેલી યોજાય તેવી અટકળો તેજ થઈ છે.

વહેલી ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ પણ સક્રિય થઇ છે રાજ્યમાં વહેલી ચૂંટણીને લઇ વધુ એક સંકેત મળી રહ્યા છે. ચૂંટણી પંચે ચૂંટણીમાં ફરજ માટે કર્મચારીઓની યાદી મંગાવી લીધી છે. ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી ઈલેક્શનમાં જરૂર પડે તેવી તમામ માહિતી આપવા આદેશ કરવામાં આવ્યા છે. 13 એપ્રિલ સુધી વિગતો મોકલી આપવા માટે સૂચના અપાઈ છે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે.મોંઘવારીના માર સામે કોંગ્રેસે મુદ્દા ઉઠાવ્યા છે.

ગાંધીનગર : ચૂંટણી પંચે જિલ્લા શિક્ષણ વિભાગને આપી સૂચના, વહેલી ચૂંટણી થવાની શક્યતાઑ..તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ શિક્ષણના સળગતા મુદ્દામાં સરકારે સમાધાનકારી નિર્ણય લેવા ફરમાન કર્યુ છે.એક તરફ ભાજપ તમામ મુદ્દાઓ ધ્યાને રાખીને આગળ વધી રહી છે અને આમ જનતાને રાહત આપવા માટે પ્રયાસ કરી રહી છે..ખેડૂતોને વીજળી નો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય કે પછી હોય રોજગારીની વાત, તમામ મુદ્દાઓ પર સરકાર સક્રિય થઈ છે અને જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહી છે...પાર્ટીઓની સક્રિયતાને જોતા એ સવાલ ચોક્કસ ઉભો થાય, કે શું ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી રહી છે?.રાજકીય પક્ષો ચૂંટણી માટે તૈયાર થઈ ગયા છે.?.જો વહેલી ચૂંટણી યોજાય તો જનતા સામે શું પડકાર હોઈ શકે.?

Next Story