Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ઝાક GIDCમાંથી ડુપ્લીકેટ ENO બનાવતુ કારખાનું ઝડપાયું, રૂ. 45.73 લાખનો મુદામાલ જપ્ત

ગાંધીનગર : ઝાક GIDCમાંથી ડુપ્લીકેટ ENO બનાવતુ કારખાનું ઝડપાયું, રૂ. 45.73 લાખનો મુદામાલ જપ્ત
X

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની ઝાક GIDC વિસ્તારમાં ડુપ્લીકેટ ENO બનાવતુ કારખાનું સીઆઇડી ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં મશીનરી સહિત રૂપિયા 45.73 લાખનો મુદામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગ્લેક્ષો કંપની લિમિટેડ કંપની જીએસકે (ઈનો) બનાવતી કંપની તરફથી મળેલી ફરિયાદના આધારે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દહેગામ તાલુકાની ઝાક GIDC વિસ્તારમાં ડુપ્લીકેટ ENO બનાવતા કારખાના પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ડુપ્લીકેટ ઈનો બનાવતી ફેકટરી ઝડપી પાડી કોપી રાઈટ એક્ટ હેઠળ ગેલેક્સી ગ્રુપના માલિક તેમજ તેના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી કુલ કિંમત 45.73 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, વિવિધ બ્રાન્ડેડ કંપનીના કોપી રાઈટ હક્કોનું કામ કરતી દિલ્હીની નેત્રીકા કન્સલ્ટિંગ એન્ડ ઈન્વેસ્ટીગેશન કંપનીના અમદાવાદ રહેતા ફિલ્ડ ઓફિસર પાસે ગ્લેક્ષો ગ્રુપ લિમિટેડની જીએસકે ઈનો કોપીરાઈટ હકોની ઓથોરિટી છે. જે અન્વયે કોપીરાઈટ એક્ટ ભંગની ફરિયાદના આધારે દહેગામની ઝાક GIDCમાં આવેલ સુપ્રીમ-1 પ્લોટ નંબર 27માં ધમધમતી ઉક્ત કંપનીના નામે ડુપ્લીકેટ ઈનો બનાવતી ફેકટરીને સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story