Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: રાજયમાં તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે

રાજ્યમાં આગામી 10 માર્ચથી 7 જૂન દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ કરાશે જે અંગેની માહિતી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે

ગાંધીનગર: રાજયમાં તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે
X

રાજ્યમાં આગામી 10 માર્ચથી 7 જૂન દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ કરાશે જે અંગેની માહિતી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે

રાજ્યમાં આગામી 10 માર્ચથી 7 જૂન દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ કરાશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે કેબીનેટ બેઠક બાદ મીડિયાને સંબોધતાં જણાવ્યું કે રાજ્યભરમાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ગ્રામ્યકક્ષાએ રજીસ્ટ્રેશન ચાલું છે અને ખેડૂતો 28 ફેબ્રુઆરી સુધી VCE મારફતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.આગામી 10 માર્ચથી રાજ્યભરમાં તુવેરની 135 ,ચણાની 187 અને રાઈની 103 કેન્દ્રો પરથી ખરીદી થશે.

Next Story