Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનો પ્રારંભ, 1500થી વધુ સ્પર્ધકો ભાગ લેશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત વેરાવળની સેન્ટ મેરી શાળા ખાતે રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ : ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનો પ્રારંભ, 1500થી વધુ સ્પર્ધકો ભાગ લેશે
X

ગીર સોમનાથ જિલ્લા ખાતે ૨મતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તી વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત વેરાવળની સેન્ટ મેરી શાળા ખાતે રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાઓ તા. 23 મેથી તા. 29 મે સુધી ચાલશે, જેમાં રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 1500 જેટલા ખેલાડીઓ ભાગ લઈને પોતાની યોગ કલાની પ્રસ્તુતિ કરશે. રાજ્ય સરકાર દ્વારા અંડર-14, અંડર-17, 14થી વધુ વય અને 60 વર્ષ સુધીની કેટેગરી હેઠળ વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નિયત કરાયેલ નોડલ અધિકારી અને યોગ નિષ્ણાતોની પેનલ દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓ જાહેર કરવામાં આવશે. એટલું જ નહીં વિજેતાઓને મેડલ, પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

Next Story