Connect Gujarat
ગુજરાત

ગુજરાતનાં 8 મહાનગરોમાં તારીખ 25 સપ્ટેમ્બર સુધી નાઈટ કર્ફ્યુ લંબાવાયો

ગુજરાતનાં 8 મહાનગરોમાં તારીખ 25 સપ્ટેમ્બર સુધી નાઈટ કર્ફ્યુ લંબાવાયો
X

ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાગુ નાઈટ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યનાં આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂને લંબાવવામાં આવ્યું છે.

અમદાવાદ,સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જુનાગઢમાં હજુ 25 સપ્ટેમ્બર સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. નોંધનીય છે કે નાઈટ કર્ફ્યૂનાં સમયને લઈને પણ કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, આઠ મોટા શહેરોમાં રાત્રિનાં 11થી સવારનાં છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે.

Next Story
Share it