Connect Gujarat
ગુજરાત

કચ્છમાંથી પંજાબ હેરોઇન મોકલનાર બે આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ

કચ્છમાંથી પંજાબ હેરોઇન મોકલનાર બે આરોપી કુળવીરદર રામ અને બિટ્ટુ આ બંને આરોપીને પંજાબ પોલીસ હેરોઇનના જથ્થા સાથે પકડી પડ્યા

કચ્છમાંથી પંજાબ હેરોઇન મોકલનાર બે આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ
X

ગુજરાત ats એ પંજાબના માદક પદાર્થના કેસમાં બે આરોપીઓને કચ્છમાંથી પકડી પડ્યા છે. આ બંને આરોપીઓ ટ્રકના ટૂલ બોક્સમાં 38 કિલ્લો હેરોઇન મૂકીને મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ટ્રક ભુજથી પંજાબ મોકલવામાં આવ્યો હતો

કચ્છમાંથી પંજાબ હેરોઇન મોકલનાર બે આરોપી કુળવીરદર રામ અને બિટ્ટુ આ બંને આરોપીને પંજાબ પોલીસ હેરોઇનના જથ્થા સાથે પકડી પડ્યા હતા. જેમાં ટ્રકની અંદર ટૂલ બોક્સમાં આ જથ્થો છુપાડવામાં આવ્યો હતો. જે માં બંને આરોપીની પૂછપરછ કરતાં ખબર પડી હતી કે આ ટ્રક ગુજરાતનાં કચ્છના ભુજમાંથી પંજાબ મોકલવામાં આવ્યો હતો. જેમાં ઉમર ખમીસ અને હમદા જત નામના બે આરોપી આ ટ્રકમાં મોકલ્યો હતો જે માહિતીના આધારે ગુજરાત ATS ધ્વારા ભુજમાંથી બની આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.

આ બંને આરોપીઓને પંજાબ પોલીસને હવાલે કરવામાં આવશે. પરતું ATS ધ્વારા જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી તેમ ખબર પડી હતી કે હેરોઇનનો માલ પાકિસ્તાનથી લાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં ગુલ મોહમ્મદ ધ્વારા આ માલ મોકલવામાં આવ્યો હતો. ત્યારે આ બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરી પંજાબ પોલીસને હવાલે કરવામાં આવશે.

Next Story