Connect Gujarat
ગુજરાત

ગુજરાત ATS દ્વારા 3.25 કરોડના ડ્રગ્સ સાથે એક નાઈજીરીયન સહિત સહિત 2 આરોપીની ધરપકડ

ગુજરાત ATS દ્વારા બાતમીના આધારે દિલ્લીથી એક નાજીરીયન અને અન્ય 2 લોકો સાથે 3.25 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે

ગુજરાત ATS દ્વારા 3.25 કરોડના ડ્રગ્સ સાથે એક નાઈજીરીયન સહિત સહિત 2 આરોપીની ધરપકડ
X

ગુજરાત ATSની ટીમે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે રેડ કરી અંદાજિત 120 કિલો હેરોઈનના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી. જે હેરોઈન કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ.600 કરોડ થાય છે. આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ દરમિયાન તથા પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી ખુલી છે. આ કેસની તપાસ દરમિયાન આજ સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કુલ 330 કરોડથી વધુની કિમંતનો ગેરકાયદે હેરોઈન જથ્થો જપ્ત કરી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે 29 નવેમ્બરે દિલ્હીથી એક નાઈજીરીયન તથા અન્ય બે આરોપીને વધુ રૂ.3.25 કરોડ હેરોઇન સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

ગુજરાત ATS દ્વારા બાતમીના આધારે દિલ્લીથી એક નાજીરીયન અને અન્ય 2 લોકો સાથે 3.25 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેમાં આરોપીઓ ને ATS એ 12 દિવસના રિમાન્ડ પર છે. જેમાં હેરોઈન સીઝર કેસમાં પકડાયેલ આરોપી માઈકલ યુગોયુવુના રિમાન્ડ દરમ્યાન તેણે દિલ્હી ખાતે પોતાના રહેણાંક મકાનમાં ડીલીવરી મારફત મેળવેલ હેરોઈનનો કેટલોક જથ્થો છૂપાવી રાખ્યો છે. જે આધારે ATSની ટીમે નિલોઠી, દિલ્હી ખાતે આરોપી માઈકલ યુગોયુવુના રહેણાંક મકાનમાં 27 નવેમ્બર 2021ના રોજ રેડ કરી 650 ગ્રામ હેરોઈનનો જથ્થો કબ્જે કર્યો છે,

ગુજરાત ATS દ્વારા 3.25 કરોડના ડ્રગ્સ સાથે એક નાઈજીરીયન સહિત સહિત 2 આરોપીની ધરપકડ

જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ.3.25 કરોડ થાય છે. પકડાયેલ આરોપી માઈકલ યુગોયુવુની વધુ પૂછપરછ દરમ્યાન તેણે જણાવ્યું કે તે હેરોઈનનો જથ્થો ખરીદવા માટે ઈશા રાવ અને તેની ગેંગના માણસોને આંગડીયા દ્વારા રૂપિયા મોકલાવતો હતો. આ ઉપરાંત આ કેસની તપાસ દરમ્યાન પકડાયેલ અન્ય બે આરોપીઓ પૈકી સર્જેરાવ કેશવરાવ ગરડ નો ગુજરાતમાં જામનગરની આસપાસના વિસ્તાર ખાતેથી ઈશા રાવ તથા તેના સાગરીતો મારફતે હેરોઈનની ડીલીવરી લઈ બસ-ટ્રેન દ્વારા દિલ્હી જઈ આરોપી માઈકલ યુગોયુવુ તથા અન્ય નાઈજીરીયન રીસીવર્સને ડીલીવરી આપતો હતો. જે માલના રૂપિયા માઈકલ યુગોયુવુ આંગડીયા મારફતે ઈશા રાવ તથા તેના સાગરીતોને મોકલાવતો હતો. તેમજ પકડાયેલ આરોપી જાબીયર ઉર્ફ જાવીદ કાસમ સોઢા ઈશા રાવના કહેવાથી અન્ય આરોપીઓ સાથે દરિયામાં જઈ ગેરકાયદે હેરોઈનના જથ્થાની ડીલીવરી મેળવી સચાણા ગામે પોતાના કબ્જામાં રાખતો હતો. ત્યારબાદ તે ઈશા રાવની સૂચના મુજબ આ ગેરકાયદે હેરોઈનનો જથ્થો ઈશા રાવ તથા તેના સાગરીતોને પહોંચાડતો હતો. આ મામલે હાલ વધુ તપાસ ચાલુ છે.

Next Story