Connect Gujarat
ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એવિએશન ફ્યુઅલના VATમાં કર્યો 20 ટકાનો ઘટાડો..

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એવિએશન ફ્યુઅલના VATમાં કર્યો 20 ટકાનો ઘટાડો.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એવિએશન ફ્યુઅલના VATમાં કર્યો 20 ટકાનો ઘટાડો..
X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના મૂલ્ય વર્ધિત વેરાના દરમાં 20%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા 13 ડિસેમ્બરે 5%નો ઘટાડો કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એવિએશન ફ્યુઅલના VATમાં કર્યો 20 ટકાનો ઘટાડો. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વાહતુક હવાઈ સેવાઓમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના મૂલ્ય વર્ધિત વેરાના દરમાં 20%નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ ઘટાડો આજે મધ્યરાત્રીથી અમલમાં આવશે. મુખ્યમંત્રીના આ પ્રજાલક્ષી નિર્ણયને કારણે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ ગત તા. 13મી ડિસેમ્બરે ATFના દરોમાં 5%નો ઘટાડો કર્યો હતો. હવે વધુ 20% ઘટાડાના પરિણામે ATF પર રાજ્યમાં 5%નો મૂલ્ય વર્ધિત દર રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે આગામી દિવસોમાં એર કંપનીઓ દ્વારા હવાઇ ભાડાના દરમાં ઘટાડો કરવામાં આવશે. જેથી વધુ લોકો હવાઇ મુસાફરી કરશે અને રાજ્યમાં પ્રવાસન પ્રવૃતિને પણ વેગ મળે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story