Connect Gujarat
ગુજરાત

રાજ્યને મળ્યા પાંચમા પાટીદાર સીએમ

રાજ્યને મળ્યા પાંચમા પાટીદાર સીએમ
X

રાજ્યની રાજનીતિમાં પાટીદાર સમાજ હંમેશા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે રાજ્યમાં કુલ મતદારો પૈકી 15 ટકા સમાજ ના મત રાજ્યની વિધાનસભાની 70 બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે પણ આ સમાજ છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ હતો સમાજને માનવવા માટે ભાજપે અનેક પાટીદાર નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે નારાજ પાટીદારોને મનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહે પાટીદાર કાર્ડ ખેલીને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ નિમણૂક કર્યા છે. એટલે કે ગુજરાતમાં 5 વર્ષ બાદ ફરી પાટીદાર પાવર જોવા મળશે.


નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 5 પાટીદાર સીએમ બન્યા છે આની પહેલા ગુજરાતમાં પાટીદાર મતદારોના દબદબા વચ્ચે 4 મુખ્યમંત્રી બન્યા, જેમાં ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બેવાર મુખ્યમંત્રી બન્યા છતાં પણ પાંચ વર્ષ સત્તા પર ના ટકી શક્યા.

ઈતિહાસ જોઈએ તો બાબુભાઈ પટેલથી કેશુભાઈ પટેલ સહિત કોઈ પાટીદાર મુખ્યમંત્રી ગમે તે કારણોસર મુદત પૂરી ન કરી શક્યા. બાબુભાઈને કટોકટી નડી, ચીમનભાઈ ને પહેલી વખત નવનિર્માણ આંદોલન નડ્યું, બીજી વખત મુખ્યમંત્રી કાળ દરમિયાન જ તેમનું અવસાન થયું હતું, તો કેશુભાઈ પટેલને એક વખત ભાજપના બળવાખોરોએ ઉથલાવ્યા, તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાન્ડે રાજીનામું માગી લઈ તેને સત્તા પરથી દૂર કર્યા. આનંદીબેન પટેલે ઉંમરનું બહાનું આપ્યું હતું, પરંતુ તેમને પાટીદાર અનામત આંદોલન અને સ્થાનિક ચૂંટણીનાં પરિણામો જ નડી ગયાં હતાં. પણ હવે ફરીવાર ભાજપે પાટીદાર કાર્ડ ખેલ્યું છે અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદાર 15 ટકા વસ્તીને કારણે ચૂંટણીમાં સીધી અસર કરી જાય છે. એ જોતાં વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીનાં પરિણામો જોઈએ તો 2012માં ગુજરાતના કુલ 182 ધારાસભ્યો માંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપ માંથી ચૂંટાયા હતા. 2016 માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયાં અને કોંગ્રેસ પાટીદાર બેઠક માં વધારો થયો હતો.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા, એટલે કે 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્ય નો ઘટાડો થયો હતો.પણ હવે ભાજપ પાટીદાર સમાજને સાથે રાખી 150 નું મિશન પૂર્ણ કરવા માંગે છે.

Next Story