Connect Gujarat
ગુજરાત

સરકારી કર્મચારીઓ આનંદો: સરકાર મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ઓગષ્ટના પગારમાં ચૂકવશે

સરકારી કર્મચારીઓ આનંદો: સરકાર મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ઓગષ્ટના પગારમાં ચૂકવશે
X

ગુજરાત સરકારે સરકારી પેન્શનરો-કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર-2019થી ડિસેમ્બર-2019 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચુકવણી બાકી હતી. તે એરિયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઈ 2019થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020થી દર માસે પગાર સાથે ચૂકવવામાં આવી રહેલ છે.

1 જુલાઈ 2019 થી 31 ડિસેમ્બર 2019 સુધી એમ કુલ-6 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-2019થી સપ્ટેમ્બર-2019ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકી રહેતા ઓક્ટોબર-2019 થી ડિસેમ્બર-2019 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચૂકવણી બાકી હતી. તે એરિયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-464 કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-5,11,129 જેટલા કર્મચારીઓ તથા 4,50,509 જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.

Next Story