Connect Gujarat
ગુજરાત

6 હજાર કરોડના કોલસા કૌભાંડમાં વધુ તપાસ કરવા મામલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

કોલસા કૌભાંડ મામલે ખાતાકીય તપાસ બાદ વધુ તપાસ કરવા મામલે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

6 હજાર કરોડના કોલસા કૌભાંડમાં વધુ તપાસ કરવા મામલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
X

કોલસા કૌભાંડ મામલે ખાતાકીય તપાસ બાદ વધુ તપાસ કરવા મામલે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ગુજરાતના 6 હજાર કરોડના કોલસા કૌભાંડ તપાસ CID ને સોંપી છે. આ મામલે અધિકારીઓ અને નેતાઓ સાઠગાંઠ અંગે તપાસ કરાશે. જેમાં સરકારમાં રહેલા લોકોની સંડોવણી સામે આવી શકે છે. સમગ્ર કૌભાંડમાં એક વરિષ્ઠ IAS અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા ચર્ચા રહેલી છે

કોલસાની ફાળવણી કરતી ઉદ્યોગ કમિશનર કચેરીની ભૂમિકા પણ તપાસ થશે. તમને જણાવી દઇએ કે, કોલસાની ફાળવણી માટેની ખાનગી કંપનીઓને બ્લેકલિસ્ટ કરાઇ છે. કોલસાની ફાળવણીની કામગીરી GMDC ને સોંપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 60 લાખ ટન કોલસાના ગેરકાયદે વેપારને લઈને થયેલા રૂ.6000 કરોડના કૌભાંડનો પર્દાફાશ નો મુદ્દો દેશની સંસદમાં ઊઠ્યો હતો. દિલ્હીમાંથી રાજ્યસભામાં ચૂંટાયા AAP ના સાંસદ નારાયણ દાસ ગુપ્તા પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય કોલસા મંત્રીએ જણાવ્યું હતું કે, આ અંગે ગુજરાત સરકારે તપાસ કરવા જણાવાયું છે અને આ કિસ્સામાં ઉચ્ચ સ્તરીય તપાસ સોંપવા અંગે કેન્દ્ર સરકારની કોઈ વિચારણા નથી.કોલસા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે 23 જૂન 2015ના રોજ નવી કોલસા વિતરણ નીતિ હેઠળ કોલસાના વિતરણ માટે ચાર રાજ્ય એજન્સીઓને નામાંકિત કરી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું સરકાર આ ઘટનાની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ ની રચના કરવાનું વિચારી રહી છે, ત્યારે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવી કોલસા નીતિ, 2007, અન્ય બાબતો સાથે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યને નિયુક્ત એજન્સી દ્વારા ફાળવવામાં કોલસાનું લક્ષ્યાંકિત ગ્રાહકોને વિતરણ ન્યાયી અને પારદર્શક રીતે સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

Next Story