Connect Gujarat
ગુજરાત

ગુજરાત : ચૂંટણી પહેલા સરકારે શરૂ કર્યા સમરસતાના પ્રયાસ, ગ્રાન્ટમાં કર્યો ધરખમ વધારો...

ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ પણ વધારી દેવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા ગ્રાન્ટની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો

ગુજરાત : ચૂંટણી પહેલા સરકારે શરૂ કર્યા સમરસતાના પ્રયાસ, ગ્રાન્ટમાં કર્યો ધરખમ વધારો...
X

રાજ્યમાં ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં કુલ 11 હજાર ગ્રામ પંચાયત આવેલી છે, જેની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને લઈને ગ્રામ પંચાયતને સમરસ કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. જેમા ગ્રામ પંચાયતનો વિકાસ કરવા માટે સરકાર દ્વારા હવે બને તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા સરકાર દ્વારા સમરસતાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સરકાર દ્વારા હવે ગ્રામ પંચાયતોની ગ્રાન્ટમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ પણ વધારી દેવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા ગ્રાન્ટની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જે પણ ગ્રામ પંચાયતની વસ્તી 5 હજાર કરતા વધારે હશે, તે ગ્રામ પંચાયતોને 8 લાખ કરતા પણ વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ઉપરાંત મહિલા સમરસ ગ્રામ પંચાયત સરકાર દ્વારા 13 લાખ સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. પ્રથમ વખત - 5 હજાર સુધી વસ્તી - 3 લાખ ગ્રાન્ટ પ્રથમ વખત - 5થી 25 હજાર વસ્તી - 4.50 લાખ ગ્રાન્ટ બીજી વખત - 5 હજાર સુધી વસ્તી - 3.75 લાખ ગ્રાન્ટ + સીસી રોડ માટે 2 લાખ સહાય બીજી વખત - 5 થી 25 હજાર વસ્તી - 5.75 લાખ ગ્રાન્ટ + સીસી રોડ માટે 2 લાખ સહાય ત્રીજી વખત - 5 હજાર સુધી વસ્તી - 4.75 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય ત્રીજી વખત - 5 થી 25 હજાર વસ્તી - 7 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય ચાર વખત - 5 હજાર સુધી વસ્તી - 5.25 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય ચાર વખત - 5 થી 25 હજાર વસ્તી - 7.50 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય પાંચમી વખત - 5 હજાર સુધી વસ્તી - 5.50 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાયપાંચમી વખત - 5 થી 25 હજાર વસ્તી - 8.00 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય આપવામાં આવશે...

Next Story