Connect Gujarat
ગુજરાત

ધરતીપુત્રોના હિતમાં ગુજરાત સરકારનો નિર્ણય, સિંચાઈથી વંચિત ગામનો નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ

આ નિર્ણયના પરિણામે હવે નળકાંઠાના 1700 ખેડૂતોની 9 હજાર 400 હેક્ટર જેટલી જમીનને સિંચાઇ માટે નર્મદાનું પાણી મળતું થશે.

ધરતીપુત્રોના હિતમાં ગુજરાત સરકારનો નિર્ણય, સિંચાઈથી વંચિત ગામનો નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ
X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સિંચાઈથી વંચિત નળકાંઠાના 11 'નો સોર્સ વિલેજ' ગામનો હવે નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ નિર્ણયના પરિણામે હવે નળકાંઠાના 1700 ખેડૂતોની 9 હજાર 400 હેક્ટર જેટલી જમીનને સિંચાઇ માટે નર્મદાનું પાણી મળતું થશે. નળકાંઠાના ૩ર જેટલા'નો સોર્સ વિલેજ'માં સિંચાઇ માટેના પાણીની સમસ્યા હતી. તાજેતરમાં જ ફતેવાડી-ખારીકટ પિયત વિસ્તારના 111 ગામોને નર્મદા યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો, તેમાં 21 'નો સોર્સ વિલેજ' પણ સામેલ હતા, ત્યારે આજે બાકી રહેતા 11 ગામનો પણ નર્મદા યોજના હેઠળ સમાવેશ થતા સિંચાઇના પાણી માટેની સમસ્યાનું નિવારણ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રીએ નળકાંઠાના ખેડૂતોની લાંબા સમયની રજૂઆત પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી, જેની આ ફલશ્રુતિ છે.

Next Story
Share it