Connect Gujarat
ગુજરાત

આસારામ દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને કરી ટકોર,જાણો સમગ્ર મામલો..?

ગુજરાત સહિત દેશભરમાં ચકચારી કેસ આસારામ દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને ટકોર કરી છે.

આસારામ દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને કરી ટકોર,જાણો સમગ્ર મામલો..?
X

ગુજરાત સહિત દેશભરમાં ચકચારી કેસ આસારામ દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને ટકોર કરી છે. આસારામ સામેના દુષ્કર્મના કેસની ટ્રાયલ 6 મહિનામાં પૂરી કરવા હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને આદેશ કરતાં ટકોર કરી છે કે, ટ્રાયલ પૂરી કરવા છેલ્લી વખત મુદત આપવામાં આવે છે. ટ્રાયલ કોર્ટે 9 મહિનાના માગેલા સમયને ફગાવીને 6 મહિનામાં પૂરી કરવાનો આદેશ કર્યો છે.

સુરતની મહિલાએ આસારામ સામે કરેલો દુષ્કર્મનો કેસ 2014થી ગાંધીનગરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલે છે. ટ્રાયલ કોર્ટે અનેકવાર મુદત માગી અને હાઇકોર્ટે દરેક વખતે મુદત આપી છે, પરંતુ હવે આ કેસ વધુ સમય ચલાવી શકાશે નહીં. આસારામે ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ સુધી જામીન અરજીઓ કરી હતી પરતું કોર્ટે દરેક વખતે જામીન આપવા ઇન્કાર કર્યો હતો. આસારામને અન્ય એક મહિલા સાથેના દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારતાં, તે હાલ જોધપુર જેલમાં સજા કાપી રહ્યો છે. આસારામ સામે ગાંધીનગર ડીસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલને વહેલી તકે પૂર્ણ કરવા જસ્ટિસ એ.જે દેસાઇએ એવી ટકોર કરી હતી કે, હવે પછી એક પણ મુદત મળશે નહી.

ટ્રાયલ કોર્ટના જજે હાઇકોર્ટમાં વેકેશન પડે તે પહેલા ટ્રાયલ પૂર્ણ કરવા વધુ 9 મહિનાના સમયની માગ કરી હતી. જોકે કોર્ટે આ માગને ફગાવીને ટ્રાયલ પૂર્ણ કરવા માટે છ મહિનાનો સમય આપ્યો હતો. અગાઉ આસારામને વીડિયો કોન્ફરન્સ દ્વારા ટ્રાયલમાં હાજર કરવામાં રાખવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમ્યાન આસારામ તેની ઉમંર અને બીમારીના બહાના બતાવીને વાંરવાર હોસ્પિટલમાં દાખલ થઇ જતો હતો. આસારામે બીમારીના નામે અનેક કોર્ટમાં જામીન અરજીઓ કરી હતી. કોરોનાને લીધે કોર્ટ બંધ હોવાથી ટ્રાયલ માટે વધુ સમયની માંગણી કરી હતી. 2014થી ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલતી હોવા છતા હજુ સુધી પુરી થઇ નથી. કોર્ટે હાઇકોર્ટ પાસે 8 વખત ટ્રાયલ પુરી કરવા મુદત માગી હતી.

Next Story