રાજ્યની 25 લોકસભા બેઠકની મત ગણતરી : મત ગણતરીને લઈ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર ખડેપગે

આજે સમગ્ર રાજ્યની 25 લોકસભા બેઠકની મત ગણતરી, વિધાનસભાની 5 બેઠકો પર પણ યોજાય હતી પેટાચૂંટણી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી કરવામાં આવી.

author-image
By Connect Gujarat Desk
New Update

ગુજરાત રાજ્યની 6 બેઠકો પર કાંટાની ટક્કર જોવા મળી, મત ગણતરીને લઈ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર ખડેપગે.

આજરોજ વહેલી સવાથી જ રાજ્યની 25 લોકસભા બેઠકની મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મત ગણતરીને લઈને સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ખડેપગે રહ્યું હતું.

ગત તા. 16 માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ અને ત્યારથી લઈ અત્યાર સુધીમાં આ ચૂંટણી અનેક રીતે યાદગાર બની છે. જોકે,  80 દિવસો દરમિયાન અનેક રાજકીય ઉતાર ચડાવ આવ્યા છે. ગુજરાતમાં તા. 7મે, 2024 રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું, અને ત્યારથી લઈ પરિણામો અંગે મતદારોમાં ઉત્તેજના છે. 

ગુજરાત વિધાનસભા-2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભની બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ 5 વિધાનસભા બેઠકમાં પોરબંદરવાઘોડિયામાણાવદરખંભાત અને વીજાપુરનો સમાવેશ થાય છે. જોકે, 26 પૈકીની એક સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે હવે રાજ્યમાં 25 લોકસભા બેઠકની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. 

તો બીજી તરફ આણંદબનાસકાંઠાભરૂચપાટણસુરેન્દ્રનગર અને અમરેલી બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી છે. આ બેઠકો પર ચોંકાવનારા પરિણામ આવી શકે છે, અને કંઇ પણ સંભવ છે. જો ભાજપની જીત થાય તો સરસાઇ કેટલી હશે એ બાબત પણ નોંધપાત્ર હશે, ત્યારે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ મત ગણતરીને લઈને સજ્જ બન્યું છે.

Latest Stories