Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં નવી ગાઈડલાઈન જાહેર : હવે 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ 10 થી 6, ધો.1થી 9ના ઓફલાઈન વર્ગો બંધ

નવી ગાઈડલાઈન પ્રમાણે નાઈટ કર્ફ્યૂનો સમય હવે રાત્રે 10 થી સવારે 6 સુધીનો કરી નાખવામાં આવ્યો છે

ગુજરાતમાં નવી ગાઈડલાઈન જાહેર : હવે 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ 10 થી 6, ધો.1થી 9ના ઓફલાઈન વર્ગો બંધ
X

ગુજરાતમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં હવે કડક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવી ગાઈડલાઈન પ્રમાણે નાઈટ કર્ફ્યૂનો સમય હવે રાત્રે 10 થી સવારે 6 સુધીનો કરી નાખવામાં આવ્યો છે જ્યારે ધોરણ 1થી 9 ના ઓફલાઇન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.અન્ય નિયંત્રણોમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ સુધી રાજ્યમાં રાત્રે 11 થી 5 સુધીનો રાત્રી કર્ફ્યૂ અમલી હતો જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.રેસ્ટોરન્ટ 70% ક્ષમતા રાખી જ ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.રાજ્ય ભરની શાળાઓમાં ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરકારે વાયબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.તથા અમદાવાદ મનપા દ્વારા પણ ફલાવર શો તથા પતંગોત્સવ સહિતના જાહેર કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.સુરત મનપાએ પણ કાઈટ ફેસ્ટિવલ રદ્દ કરવાનો આજે નિર્ણય લીધો છે.

દુકાન,ગલ્લા,યાર્ડ,સલૂન રાત્રે 10 સુધી જ ચાલુ રાખી શકાશે

સ્પા, બ્યૂટી પાર્લર,શોપિંગ કોમ્પ્લેક્સને રાત્રે 10 સુધીની જ છૂટ

હોટલ,રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે

રાજકીય, સામાજિક સહિતના કાર્યક્રમો પર પણ અંકુશ

ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ સાથે કાર્યક્રમને છૂટ

બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની છૂટ

ખુલ્લા સ્થળોમાં લગ્નમાં 400 વ્યક્તિઓ સુધીની છૂટ

લગ્નપ્રસંગો બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકાની જ છૂટ

અંતિમવિધિ,દફનવિધિમાં મહત્તમ 100 લોકોને મંજૂરી

સરકારી, પ્રાઈવેટ એસી નોન બસમાં 75 ટકા ક્ષમતાને મંજૂરી

સિનેમા હોલ, જીમ,વોટર પાર્ક,સ્વિમીંગ પુલમાં 50 ટકા ક્ષમતાને મંજૂરી

લાઈબ્રેરી,ઓડિટોરીયમ,મનોરંજક સ્થળોમાં 50 ટકા ક્ષમતાને મંજૂરી

જાહેર બાગ બગીચા રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે

ધો. 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ સુધીના કોચિંગ ક્લાસને 50 ટકા ક્ષમતામાં મંજૂરી

ધો. 1 થી 9 ના ઓફલાઇન વર્ગ બંધ

31 જાન્યુઆરી સુધી બંધ કરાયા વર્ગ

માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે

Next Story