Connect Gujarat
ગુજરાત

ગુજરાત: પોલીસ કર્મચારીઓના હિતાર્થે સવાલ, પોતાના હક માટે આંદોલનના એંધાણ

પોલીસકર્મીઓના ગ્રેડ-પેની માંગણીનો મુદ્દો ફરી ઉછળ્યો છે. સોશિયલ મીડિયા પર પોલીસ ગ્રેડ-પેનો મામલો ચર્ચામાં આવ્યો છે

ગુજરાત: પોલીસ કર્મચારીઓના હિતાર્થે સવાલ, પોતાના હક માટે આંદોલનના એંધાણ
X

ગુજરાતમાં પોલીસકર્મીઓના ગ્રેડ-પેની માંગણીનો મુદ્દો ફરી ઉછળ્યો છે. સોશિયલ મીડિયા પર પોલીસ ગ્રેડ-પેનો મામલો ચર્ચામાં આવ્યો છે, ત્યારે આજથી પોલીસ મહા આંદોલન સ્ટેટ્સ લગાવવામાં આવ્યા છે. જેમાં બ્લેક પટ્ટી સાથે વિરોધ નોંધાવવા ફોટોનો પણ ઉલ્લેખ કરાયો છે. છેલ્લા ઘણા સમયથી પોલીસકર્મીઓની ગ્રેડ-પે વધારાની માંગ ચાલી રહી છે.

પોલીસકર્મી ગ્રેડ-પેની માંગણીઓને લઈને રાજ્યમાં પોલીસનું મહા આંદોલન થવાના એંધાણ સોશિયલ મીડિયામાં મળ્યા છે. પોલીસ દ્વારા સ્વયંભૂ આંદોલન જાહેર કરાયું છે. વધુ ગ્રેડ પે, ફરજ પરના કલાકો નક્કી, યુનિયનની માન્યતા જેવા મુદ્દાઓને લઈને આંદોલન થઇ રહ્યું છે, ત્યારે ગુજરાતના મોટાભાગના પોલીસના સ્ટેટ્સમાં આંદોલનના પ્રતીકનું સ્ટેટ્સ છે. સોશિયલ મીડિયા દ્વારા આ આંદોલનને વેગવંત બનાવાશે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI કક્ષાના પોલીસકર્મીને ફરજોના કલાકો નક્કી કરવામાં નથી આવતા. પોલીસ કોન્સ્ટેબલને 2800 ગ્રેડ-પે, હેડ કોન્સ્ટેબલને 3600 અને એએસસાઈને 4200 ગ્રેડ-પે આપવાની માંગ ઉઠી છે. કામદારોની જેમ તેમના યુનિયનને પણ માન્યતા નથી આપવામાં આવતી, ત્યારે પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા કર્મીઑ તેમને હાલ મળી રહેલા હક્કને લઈ લડાઈના મૂડમાં છે. ગ્રેડ-પે સિવાય અન્ય કેટલીક માંગો પણ સરકાર સમક્ષ સોશિયલ મીડિયા થ્રુ મૂકી રહ્યા છે. અમદાવાદના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત એકતા પરેડ અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપેના કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યા હતા. જેમાં તેમણે આ અંગે ચોક્કસ વિચારણા કરવામાં આવશે તેવી વાત કરી છે.

Next Story
Share it