Connect Gujarat
ગુજરાત

હાલોલ : વાઘવાણી ગામમાં એક જ પરિવારના ત્રણ યુવાનોની એક સાથે અર્થી ઉઠતાં આખું ગામ શોકમગ્ન બન્યું

જલપુર ખરસલીયા ચોકડી નજીક હાઈવે રોડ ઉપર એક ટ્રક ચાલક પુર ઝડપે આવી ઓવરટેક કરતાં આ બાઈક ઉપર સવાર ત્રણેય યુવાનોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો

હાલોલ : વાઘવાણી ગામમાં એક જ પરિવારના ત્રણ યુવાનોની એક સાથે અર્થી ઉઠતાં આખું ગામ શોકમગ્ન બન્યું
X

પ્રાપ્ત માહિતી મુજબ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૨ના દિવસે હાલોલના વાઘવાણી ગામનાં એક પરિવારના ત્રણ યુવાનો પોતાની મોટર સાઈકલ લઈને પોતાનાં મામાના ઘરે વેજલપુર નજીક ચલાલી ગામમાં લગ્ન પ્રસંગમાં ગયાં હતાં. ત્યાંથી સાંજે પાંચ વાગ્યાની આજુબાજુ ઘરે પરત ફરતાં વેજલપુર ખરસલીયા ચોકડી નજીક હાઈવે રોડ ઉપર એક ટ્રક ચાલક પુર ઝડપે આવી ઓવરટેક કરતાં આ બાઈક ઉપર સવાર ત્રણેય યુવાનોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતાં ટ્રકનો ચાલક ટ્રક છોડીને ભાગી ગયો હતો. હાલોલ તાલુકાના વાઘવાણી ગામનાં બે સગા ભાઈ હતાં. જેમાં એક ગોહિલ રોહિત કુમાર ઉંમર-૧૮ વર્ષ અને ગોહિલ જતીન કુમાર દિલીપસિંહ ઉંમર-૧૬ વર્ષ હતી. આમ આ પરિવારે પોતાના બે સગાં દીકરાઓ તથા એક તેમનાં કાકા જેનું નામ ગોહિલ મિતેશકુમાર ગણપતસિંહ ઉંમર-૨૨ વર્ષ જે છૂટક નોકરી કરી પોતાનાં ઘર પરિવારનું ગુજરાન ચલાવતો હતો જ્યારે અન્ય બે સગાં ભાઈઓ અભ્યાસ કરતાં હતાં. પરંતુ આ ત્રણેય યુવાનોની જીવનરૂપી નાવ સંસારરૂપી સાગર પાર કરે તે પહેલાં અકસ્માત સર્જાતાં મધદરિયે ડૂબતા આ પરિવાર અને વાઘવાણી ગ્રામજનો ઉપર દુઃખના પહાડ તૂટી પડયા હોય તે રીતે સમગ્ર ગામ આજે કરુણામય બની ગયું હતું.

શું ભગવાન આ બંને નવ પરણિત પતિ-પત્ની જીવન સંસાર આટલો જ હતો??

ગોહિલ મિતેશકુમાર ગણપતસિંહના લગ્ન એક મહિના પહેલાં જ કાલોલના ખરસલીયા ગામમાં થયાં હતાં.પરંતુ લગ્ન જીવન આગળ વધે તે પહેલાં જ અકસ્માત થતાં મૃત્યું થયું હતું.જેમાં એક પત્નીએ પોતાનો પતિ,ત્રણ બહેનોએ એક ભાઈ અને તેના માતા-પિતાએ પોતાના યુવાન દીકરાને ગુમાવતાં સમગ્ર પરિવાર સાથે ગામ અને સગાં સબંધીઓમાં દુઃખની નદીઓ વહી ગઈ હતી

Next Story