Connect Gujarat
ગુજરાત

હાર્દિકનું ભાજપમાં જોડાવાનું લગભગ નક્કી,આવતા અઠવાડીએ થઈ શકે છે મેગા શો !

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે તમામ પદ પરથી રાજીનામું આપી દીધું હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ બાદ હાર્દિક પટેલ ભાજપમાં જાય છે

હાર્દિકનું ભાજપમાં જોડાવાનું લગભગ નક્કી,આવતા અઠવાડીએ થઈ શકે છે મેગા શો !
X

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે તમામ પદ પરથી રાજીનામું આપી દીધું હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ બાદ હાર્દિક પટેલ ભાજપમાં જાય છે તેવી શક્યતા વર્તાઇ રહી છે. બીજી તરફ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે એ વાત પણ લગભગ નક્કી છે.સૂત્રોથી જે ખબર આવી રહી છે તે મુજબ હાર્દિક પટેલની ભાજપમાં જોવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. હાર્દિક પટેલ આગામી અઠવાડિયે ભાજપમાં જોડાશે તેવી વાત નક્કી માનવામાં આવી રહી છે. હાર્દિક પટેલનો કેસરીયો ધારણ કરવાના કાર્યક્રમ વિશે સૂત્રો દ્વારા મળતી માહિતી

અનુસાર હાર્દિકની ભાજપમાં એન્ટ્રી સમયે કેન્દ્રીય મંત્રી ની હાજરી રહેશે. ભાજપમાં જોડાતા સમયે હાર્દિક પટેલ જનસભા કરશે.જનસભામાં હાર્દિક પટેલ 10 હજાર જેટલી મેદની એકઠી કરે તો બીજીબાજુ ડેમેજ કંટ્રોલના કવાયત હાથ ધરવા આજથી રઘુ શર્મા 4 દિવસની ગુજરાતની મુલાકાત પર છે. હાર્દિકના જવાથી કોંગ્રેસને થનાર નુકશાન સરભર કરવા તેમજ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા પ્રયાસો કરશે.જેને લઈ રાજકોટમાં કોંગ્રેસ કારોબારી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં નરેશ પટેલના ફાર્મ હાઉસમાં કોંગ્રેસ નેતાઓ તેઓને મળશે જેમાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા અને રઘુ શર્મા હાજર હશે.

Next Story
Share it