Connect Gujarat
ગુજરાત

હરિધામ સોખડા વિવાદમાં મોટા સમાચાર સંતો છોડશે હરિધામ

સોખડા ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્થા હરિધામ ના ગાદીપતિ માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદમાં આખરે જે શંકા હતી તે સાચી ઠરી છે.

હરિધામ સોખડા વિવાદમાં મોટા સમાચાર સંતો છોડશે હરિધામ
X

સોખડા ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્થા હરિધામ ના ગાદીપતિ માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદમાં આખરે જે શંકા હતી તે સાચી ઠરી છે. પ્રબોધ સ્વામી હરિધામ છોડવાનો નિર્ણય લઇ લેતા ખળભળાટ મચી ગયો છે બીજી તરફ પ્રબોધ સ્વામી ના આ નિર્ણયથી હાલમાં મંદિરનો વહિવટ સંભાળી રહેલા પ્રેમસ્વરૂપ સ્વામીના જૂથમાં સન્નાટો વ્યાપી ગયો છે

યોગી ડિવાઇન સોસાયટી અને હરિધામ પર વર્ચસ્વ ની આ લડાઈ દિવસે દિવસે તેજ બની રહી હતી. જેમાં મહિલા સાધકો અને મહિલા સત્સંગી મંડળો દ્વારા પણ ગંભીર આક્ષેપો થવા લાગ્યા હતા. ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ નિષ્ફળ ગયા હતા. તેવામાં આજે પ્રબોધ સ્વામી સહિત હરિધામ માં નિવાસ કરતા 200થી 250 જેટલા સંતો-સાધકો કામરેજ ભરથાણ ખાતે આવેલી આત્મીય સ્કૂલ ખાતે તા.21મીએ જવા રવાના થશે. બીજી તરફ હરિધામ મંદિર મેનેજમેન્ટે મંદિર પરીસરમાં જાહેર નોટિસ લગાવવામા આવી છે કે જેમાં જણાવ્યું છે કે, જે સંતો, સાધકો, સાધ્વી બહેનો અને સેવકો અગામી દિવસોમાં હરિધામ સોખડા છોડીને અન્યત્ર જવા માંગતા હોય તેઓએ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ જવુ. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હરિધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળી શકશે નહી. આ સાથે મંદિરનો એક જ ગેટ ખુલ્લો રખાયો છે. અને ત્યાં બાઉન્સરો તૈનાત કરાયા છે.

Next Story