Connect Gujarat
ગુજરાત

હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ ફરી થશે શરૂ, વાઇન, વોડકા, બિયર અને વ્હિસ્કી પણ મળશે

હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરવામાં આવી છે

હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ ફરી થશે શરૂ, વાઇન, વોડકા, બિયર અને વ્હિસ્કી પણ મળશે
X

હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરવામાં આવી છે.મુંબઇ મેડેનનાના અધિકારીના જણાવ્યા અનુસાર 31 માર્ચ, 2020થી આ ક્રૂઝની સેવા શરૂ કરવામાં આવી હતી. પણ કોરોના મહામારીની વિકટતાને લીધે સેવા બંધ કરવામાં આવી હતી. પેટ્રોલ ડીઝલના વધેલા ભાવની અસર પણ ક્રૂઝ સેવા પર પડી છે. જેના લીધે મુસાફરોને વધુ માર ઝેલવાનો વારો આવશે. સુરત-દીવના VIP લોન્જના 3000, સિંગલ-કેબિનના 5000,ડબલ કેબિનના 7000 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે. હજીરા-દીવ-હજીરાનું વિઆઇપી લોન્ચનું 6000, પ્રિમિયમ સિંગલનું 8500, ડબલનું 12,000 છે. મુંબઇ મેડેન મુસાફરોની તમામ સુવિધાનું ધ્યાન રાખશે. મુસાફરી દરમિયાન બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતના લિકર મળી રહેશે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ , રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે. જેથી સફર યાદગાર બની જશે.

વાંચો શું છે શિડ્યુયલ

હજીરા પોર્ટથી 14 કલાકની મુસાફરી હશે..

5 નવેમ્બરે ક્રૂઝ હજીરાથી 18:30 કલાકે ઉપડી 6 નવેમ્બરે 8:30 કલાકે દીવ પહોંચાડશે...

7નવેમ્બરે 12:00 કલાકે ઉપડી 8 નવેમ્બરે હજીરા 2:00 કલાકે પહોંચાડશે..

હજીરા હાઇ સી-હજીરા રાતે 22:00 કલાકે ઉપડીને હાઇ સીમા જશે અને બીજા દિવસે સવારે 6:00 કલાકે પરત ફરશે...

દીવ હાઇ સી-દીવની દીવથી 21:00 કલાકે ઉપડીને હાઇ સીમા જઇ બીજા દિવસે 6:00 કલાકે ફરી દીવ પરત આવશે....

Next Story