Connect Gujarat
ગુજરાત

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેના સામુદાયિક સમાનતા કાર્યક્રમમાં આપી હાજરી

ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સામુદાયિક સમાનતા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેના સામુદાયિક સમાનતા કાર્યક્રમમાં આપી હાજરી
X

સમગ્ર વિશ્વમાં 1લી ડિસેમ્બરને વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં એડ્સનું પ્રમાણ ઓછું થાય અને આ રોગમાં ખૂબ જ ઘટાડો આવે તેની પણ જાહેરાત તમામ સરકારો અને તમામ દેશ દ્વારા કરવામાં આવે છે, ત્યારે ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સામુદાયિક સમાનતા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં સંક્રમણ ઓછું થાય તે બાબતે વિશ્વની સંસ્થાઓ કાર્યરત છે, આ બાબતે ગુજરાતમાં પણ સારું કાર્ય થઈ રહ્યું છે.

વિશ્વ એઇડ્સ દિવસ 2021ની પૂર્વ સંધ્યાએ જીએસએનપી+ દ્વારા આ વર્ષના સુત્રને અનુસંધાને 'સામુદાયિક સમાનતા' વિશેષ કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી સાથે રાજ્યના પોઝીટીવ સમુદાયના પ્રતિકરૂપે 100 પોઝીટીવ સભ્યો સાથે સ્નેહભોજન આયોજિત કરવામાં આવ્યું હતું.

એચઆઈવી પોઝીટીવ સમુદાય દ્વારા સરકારી યોજનાઓના સુલભ અમલીકરણ હેતુ જિલ્લા સ્તરેથી ઉપસ્થિત થાય તેવી એચઆઈવી પોઝીટીવ પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કચ્છ NP+ સંસ્થા વતી જિલ્લાના એચ.આઈ.વી. પોઝીટીવ દર્દી જ્યારે કીડનીની બીમારીમાં સપડાય છે ત્યારે ડાયાલિસિસ કરવામાં ખુબ સમસ્યા આવે છે. જિલ્લામાં તે માટે મશીન તો છે. પણ એચઆઈવી પોઝીટીવ લોકો માટે વપરાયેલ મશીનને અન્ય લોકો માટે વાપરવા યોગ્ય બનાવવાની પ્રક્રિયા ખુબ જટિલ છે. જેથી દરેક જિલ્લામાં આ મશીન મુકવામાં આવે તે ઈચ્છનીય છે. કોવીડના કારણે અવસાન થયા હોય એવા લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ સુચારુરૂપે મળી રહે તે માટે અપીલ કરવામાં આવી. આ સિવાય દરેક જિલ્લાના વિવિધ પ્રતિનિધિઓની રજૂઆતો અને અપીલ કરવામાં આવી હતી. આરોગ્યમંત્રીએ કાર્યક્રમને હ્રદયસ્પર્શી કાર્યક્રમ જણાવીને જી.એસ.એન.પી.+ સમુદાયને દિશા સૂચક જણાવ્યું હતું.

Next Story