Connect Gujarat
ગુજરાત

આગામી 24 થી 26 જૂન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, તંત્ર એલર્ટ

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છુટાછવાયા સાથે સારો વરસાદ પડી રહ્યો છે.

આગામી 24 થી 26 જૂન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, તંત્ર એલર્ટ
X

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છુટાછવાયા સાથે સારો વરસાદ પડી રહ્યો છે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 24 અને 25 જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

હાવમાં વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 24મી જૂને થંડર સ્ટ્રોમ સાથે વરસાદની સંભાવના છે.છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા વિજયનગરમાં 42 મિમી, વિરમગામમાં 23 મિ મી થી વધુ વરસાદ પડ્યો છે વરસાદની આગાહીને પગલે ગાંધીનગર ખાતે રાહત કમિશનર અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે વલસાડ જિલ્લામાં આગામી તા.24 મી જૂનથી 26મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. રાહત કમિશનર નવસારી જિલ્લામાં એક તથા અન્ય જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમ ને વરસાદની આગાહી મુજબ મૂકવા સૂચન કર્યું હતું રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જોકે વરસાદનું જોર નરમ પડતા ખેડૂતોમાં ચિંતા નું મોજું ફરી વળ્યું છે. કારણ કે હજુ 70 ટકા વિસ્તારમાં વાવણી પણ બાકી છે.

Next Story