Connect Gujarat
ગુજરાત

હેલ્મેટના કાયદાને લઈને હાઈકોર્ટ કાઢી સરકારની ઝાટકણી,જાણો પછી શું થયું..?

રાજ્યભરમાં હેલ્મેટના કાયદાના લઈને પોલીસે 15 દિવસની ડ્રાઈવ રાખી છે. અને લોકો વધુને વધુ હેલ્મેટ પહેરે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે

હેલ્મેટના કાયદાને લઈને હાઈકોર્ટ કાઢી સરકારની ઝાટકણી,જાણો પછી શું થયું..?
X

રાજ્યભરમાં હેલ્મેટના કાયદાના લઈને પોલીસે 15 દિવસની ડ્રાઈવ રાખી છે. અને લોકો વધુને વધુ હેલ્મેટ પહેરે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ તે પ્રયત્ન ક્યાંક નિષ્ફળ રહે છે ત્યારે આજે હાઇકોર્ટ દ્વારા પણ સરકારની ઝાટકણી કરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે રસ્તા પર હેલ્મેટ વિના ફરતા વાહન ચાલકોની ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર એ ગંભીર નોંધ લીધી છે. એક કેસની સુનાવણી દરમિયાન રાજય સરકારને સવાલ કર્યો કે 'હેલ્મેટના કાયદાના કડકાઈથી પાલન કેમ નથી કરવામાં આવી રહ્યું? હેલ્મેટ ફરજિયાત નથી કે શું?'

અમદાવાદ સહિત રાજ્યમાં હેલ્મેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ કરવાના સંકેત મળી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચાલી રહેલ કન્ટેમ્પટ ઓફ કોર્ટની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને કહ્યું કે, હેલ્મેટના કાયદાનું કડકાઇથી પાલન કરાવો. લોકોની સુરક્ષાની બાબતની અમલવારી થવી જ જોઈએ, તેમાં શા માટે સરકાર ઢીલાશ રાખે છે? અમે દિવસ-રાત જઈ રહ્યા છીએ કે કેટલાય લોકો હેલ્મેટ વિના જ વાહન ચલાવે છે'.

આ મામલે મુખ્ય સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી છે કે, રાજ્યમાં હેલમેટના કાયદાની સરકારી પૂર્વક અમલ કરવામાં આવશે. હાલ તેની અમલવારી તો ચાલી રહી છે પરંતુ આ ગંભીર બાબત છે, જેથી હેલમેટના કાયદાનું સખ્તાઈથી પાલન કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ ચીફ જસ્ટિસે એ પણ કહ્યું કે, 'જે દિવસથી પોલીસ કાયદાનું કડક પાલન કરાવશે, ત્યારે લોકોમાં રોષ જોવા મળશે. સાથે સાથે પોલીસ અને નાગરિકો વચ્ચે તકરારના કિસ્સા પણ જોવા મળી શકે છે, પરંતુ પોલીસે તેના માટે પણ તૈયારી રાખવી જોઈએ'.

Next Story