Connect Gujarat
ગુજરાત

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યું ગુજરાત પબ્લિક પ્લેસિસ સેફ્ટી એન્ડ એન્ફોર્સમેન્ટ બિલ…

30 દિવસ સુધી CCTV ફૂટેજ સાચવી રાખવા પડશે. બાગ-બગીચા અને જાહેર સ્થળોના સીસીટીવી ફૂટેજ સાચવવાના રહેશે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યું ગુજરાત પબ્લિક પ્લેસિસ સેફ્ટી એન્ડ એન્ફોર્સમેન્ટ બિલ…
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાના અંતિમ બજેટ સત્ર બુધવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં ગુજરાત જાહેર સલામતી અમલીકરણ વિધેયક 2022 રજૂ કર્યું છે. ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર સલામતી (પગલા) અમલીકરણ વિધેયક રજૂ કરાયું છે. આ બિલ રજૂ કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, 30 દિવસ સુધી CCTV ફૂટેજ સાચવી રાખવા પડશે. બાગ-બગીચા અને જાહેર સ્થળોના સીસીટીવી ફૂટેજ સાચવવાના રહેશે.

આ વિધેયક અંતર્ગત પબ્લિક સેફ્ટી સમિતિ બનાવવામાં આવશે. આ ઉપરાંત પબ્લિક સેફ્ટી સબ કમિટી બનાવી શકાય છે. આ કમિટી દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. સીસીટીવી કેમેરા લગાવનાર સંસ્થાઓને નોટિસ આપી ખુલાસો માંગી શકાશે. પબ્લિક સેફ્ટી કમિટી એ કરેલી ભલામણ નિયત સમય મર્યાદામાં અમલ કરવાનો રહેશે. અમલ ન કરે તો રૂપિયા 10 હજારનો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના જાહેર સ્થળ પર લાગેલા ખાનગી સીસીટીવીનું એક્સેસ પોલીસને મળી રહે તે માટેનું બિલ છે.

જાહેર સ્થળો પર લાગેલા ખાનગી માલિકીના સીસીટીવીનું રેકોર્ડિંગ ફરજીયાત પોલીસ તંત્રને આપવું પડશે છે, જ્યાં 200 કરતા વધુ લોકોની અવર જવર થતી જગ્યા એક્સેસ લેવાશે. ખાનગી સંસ્થા સીસીટીવી ફૂટેજ 30 દિવસ સાચવી રાખવા પડશે. રાજ્યમાં આગામી દિવસોમાં સીસીટીવી કેમેરા નેટવર્ક વધારવામાં આવશે. સરકાર આગામી દિવસોમાં શહેરમાં સીસીટીવી લગાવો. બાગ-બગીચા સહિતની જગ્યા પણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે.

Next Story