Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કોંગ્રેસ આવશે સત્તા પર તો વીજળી મફત અને ખેડૂતોના દેવા કરશે માફ !

2022માં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરશે. અને ખેડૂતોને દિવસે 10 કલાક ફ્રી વીજળી આપશે

રાજ્યમાં કોંગ્રેસ આવશે સત્તા પર તો વીજળી મફત અને ખેડૂતોના દેવા કરશે માફ !
X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ને લઈને દરેક રાજકીય પાર્ટી મતદારોને રીઝવવા શરૂઆત કરી દીધી છે. નવી દિલ્હીની આમ આદમી પાર્ટી એ પણ તાજેતરમાં ગુજરાતની જનતાને વિવિધ ગેરંટી આપી છે. તો ગુજરાત કૉંગ્રેસ તરફથી પણ ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત કૉંગ્રેસે જાહેરાત કરી છે કે જો રાજ્યમાં તેની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે ફ્રી વીજળી આપવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી એ આ જાહેરાત કરી છે કે 2022માં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે 10 કલાક ફ્રી વીજળી આપવામાં આવશે આમ ગુજરાત કોંગ્રેસ 2022 વિધાનસભા ચૂંટણી જીતવા દરેક પ્રયાસ કરી છે થોડા દિવસ પહેલા આપના સયોજક અરવિં કેજરીવાલે પણ જો રાજ્યમાં આપ સત્તા પર આવશે તો વીજળી મફત આપવાની જાહેરાત કરી હતી આમ ચૂંટણી પહેલા દરેક રાજકીય પાર્ટીઓ હવે મતદાતા ને પોતાની તરફ આકર્ષિત કરવા તમામ પ્રયત્ન કરી રહી છે..

Next Story
Share it