Connect Gujarat
ગુજરાત

હોળી ધૂળેટી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું વિચારતા હોવ તો વાંચો આ સમાચાર

તારીખ 20 માર્ચ સુધીની વ્યૂઇંગ ગેલેરીની ઓનલાઇન ટિકિટો બુક થઇ ગઈ છે. હાલમાં એન્ટ્રી ટિકિટ મેળવીને પ્રવાસીઓ ટિકિટ મેળવી શકશે.

હોળી ધૂળેટી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું વિચારતા હોવ તો વાંચો આ સમાચાર
X

હોળીના તહેવાર વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઉસફૂલ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તારીખ 20 માર્ચ સુધીની વ્યૂઇંગ ગેલેરીની ઓનલાઇન ટિકિટો બુક થઇ ગઈ છે. મહત્વનું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોળીના તહેવારના લીધે હાઉસ ફૂલ થઇ ગયું છે. તારીખ 20 માર્ચ સુધીની વ્યૂઇંગ ગેલેરીની ઓનલાઇન ટિકિટો બુક થઇ ગઈ છે. હાલમાં એન્ટ્રી ટિકિટ મેળવીને પ્રવાસીઓ ટિકિટ મેળવી શકશે. કેવડિયા વિસ્તારના હોટલ, ટેન્ટ સીટીઓ પણ 70% બુક થઇ ગઈ છે.

SOU સત્તા મંડળ દ્વારા બસ સેવા, ઓફલાઈન ટિકિટ કાઉન્ટરો વધારવાની તૈયારીઓ કરી દેવાઇ છે. રજાઓના દિવસોમાં સુરક્ષાકર્મીઓ અને અન્ય સ્ટાફ પણ વધારી દેવાયો છે. હોળીની રાજાઓમાં દોઢથી 2 લાખ જેટલાં પ્રવાસીઓ આવવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. હોટલો અને ટેન્ટ સિટીઓમાં પ્રવાસીઓને હોળીની ઉજવણીની ખાસ તૈયારીઓ પણ કરી દેવાઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ હવે વધુ રંગ ભરેલો બનશે.

ઓથોરિટીએ નર્મદા જિલ્લામાં આવેલી કેવડિયા કોલોની અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને વધુ એક આકર્ષણનું કેન્દ્ર આપવાનું આયોજન કર્યું છે. જંગલની જ્વાળા તરીકે ઓળખાતા કેસુડાના સુંદર વૃક્ષોના જંગલ વચ્ચે પ્રવાસીઓ પોતાની જાતને મુક્ત કરીને કુદરતના રંગથી પોતાના મનને ભરી શકશે અને તણાવને બાજુ પર મુકી આનંદ માણી શકશે. એ માટે ખાસ 'કેસુડા ટુર' નામથી એક અલાયદો પ્રોગ્રામ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

Next Story