Connect Gujarat
ગુજરાત

2006 પહેલાનું વાહન હોય તો સરકારની નવી પોલિસી જાણી લેજો

કેન્દ્ર સરકારે નવી સ્ક્રેપ પોલિસી જાહેર કર્યા બાદ હવે 1 એપ્રિલથી દેશભરમાં વાહનોના રી-પાસિંગ ફીમાં વધારો થશે.

2006 પહેલાનું વાહન હોય તો સરકારની નવી પોલિસી જાણી લેજો
X

કેન્દ્ર સરકારે નવી સ્ક્રેપ પોલિસી જાહેર કર્યા બાદ હવે 1 એપ્રિલથી દેશભરમાં વાહનોના રી-પાસિંગ ફીમાં વધારો થશે. જેમાં બાઇક રી-પાસીંગ ફીમાં 233 ટકા, કારમાં 733 ટકા અને ટ્રકમાં 940 ટકાનો વધારો થશે.અત્યાર સુધી બાઇક રી-પાસિંગની ફી 300 રૂપિયા હતી.જેની ફી હવે 1000 રૂપિયા લેવાશે.જ્યારે કાર રી-પાસીંગ ફી અત્યાર સુધી રૂપિયા 600 લેવાતી હતી તે હવેથી રૂપિયા 5000 લેવાશે.

જ્યારે ટ્રકની રી-પાસીંગ ફી રૂપિયા 1200 લેવાતી હતી જે હવેથી 12 હજાર 500 લેવાશે.મહત્વનું છે કે, વર્ષ 2006 પહેલા નોંધાયેલા તમામ વાહનો એપ્રિલમાં રી-પાસિંગ કરાવવું પડશે. જેમાં ફિટનેસમાં પાસ થનારા વાહનોને વધુ 5 વર્ષનું રી-પાસિંગ મળશે. જે વાહન પાસિંગ 15 વર્ષે પૂરા થતા હશે અને વાહનચાલક રી-પાસિંગ કરાવવામાં વિલંબ કરશે તો તેને પ્રતિદિન રૂપિયા 50નો દંડ ચૂકવવો પડશે તેવી પણ આ નિયમમાં જોગવાઈ કરવામાં આવી છે.જ્યારે કોમર્શિયલ વાહનો માટે 2023થી અને ખાનગી માટે 2024થી સ્ક્રેપ પોલિસી લાગૂ થશે.જો કે 15 વર્ષ જૂના વાહનના રી-પાસિંગ ચાર્જમાં વધારો પ્રિલ-2022 થી જ લાગુ કરી દેવામાં આવનાર છે. ફિટનેસ ટેસ્ટ આરટીઓ કચેરીમાં થશે, વાહનની આરસી બુક, વીમા પોલિસી, પીયુસી, કોમર્શિયલ વાહનો પરમિટના પુરાવા લઇ જવાના રહેશે. નવી સ્ક્રેપ પોલિસી મુજબ વાહન ચાલક નવું વાહન ખરીદ્યા બાદ બે વખત જ રિ-પાર્સિંગ કરાવવા નો મોકો મળશે. ત્યારબાદ વાહન સ્ક્રેપ માં મોકલી દેવાનું રહેશે.

Next Story