Connect Gujarat
ગુજરાત

ખબરદાર' એક યુનિટ જેટલી પણ વીજ ચોરી કરશો તો પકડાઈ જશો, વાંચો વધુ..

તમામ વીજ મીટર બદલાશે જે બાદ એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઇ જશે.

ખબરદાર એક યુનિટ જેટલી પણ વીજ ચોરી કરશો તો પકડાઈ જશો, વાંચો વધુ..
X

દેશમાં વધતી વીજ ચોરીને ડામવા કેન્દ્ર સરકાર એક નવી યોજના લાગુ કરવા જઈ રહી છે, ત્યારે કેન્દ્રની સ્કાડા નામની યોજના ગુજરાત ઉર્જા વિભાગની 4 કંપનીમાં લાગુ થશે. જેમાં તમામ વીજ મીટર બદલાશે જે બાદ એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઇ જશે.

ગુજરાતમાં અનેકવાર વીજ ચોરીની ઘટના સામે આવે છે, ત્યારે વીજ ચોરીના કારણે દર વર્ષ રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકશાન થતું હોય છે, ત્યારે આવા વીજ ચોરીને અટકાવવા હવે રાજ્ય સરકાર કેન્દ્રની એક નવી યોજનાનો અમલ કરવાનું વિચારી રહી છે. આ યોજનાને લઈને ગુજરાત સરકારે તૈયારી પણ દર્શાવી છે. જેથી હવે એક યુનિટની પણ વીજ ચોરી થશે તો વીજ ચોરીની જગ્યાનું લોકેશન સહિતની માહિતી કંપની તાત્કાલિક જાણ થઈ જશે. આગામી સમયમાં આ યોજના ગુજરાતમાં લાગુ થશે. અત્રે મહત્વનું છે કે, કેન્દ્ર સરકારની 2 લાખ 32 હજાર કરોડની આ યોજના તૈયાર કરી છે. જે ગુજરાતમાં લાગુ થતા તમામ મીટરનું મોનિટરિંગ કરાશે એટલું જ નહીં. પાવર સ્ટોરેજથી લઈને સપ્લાય સુધીની માહિતી વીજ કંપનીને મળી રહેશે અને જે જગ્યાએ વીજ ચોરી થશે તેની સીધી જાણ વીજ કંપનીઓ થશે જેમાં વીજ ચોરીની જગ્યાનું લોકેશન સહિતની માહિતી વીજ કંપનીને તાત્કાલિક જાણ થશે. વીજ ચોરીના કારણે ગુજરાત સરકારને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકશાન થતુ હોય છે. જેને લઈ સરકાર દ્વારા આ નવી યોજનાનું અમલ ટૂંક સમયમાં કરાશે તેવું મનાઈ રહ્યું છે.

Next Story