Connect Gujarat
ગુજરાત

5400 કરોડના હવાલા કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો,જાણો શું નિર્ણય લેવાયો.

હવાલા કૌભાંડમાં અફરોઝ ફટ્ટા ને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે અફરોઝ ફટ્ટા ને દોષ મુક્ત કરવામાં આવ્યો છે

5400 કરોડના હવાલા કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો,જાણો શું નિર્ણય લેવાયો.
X

હવાલા કૌભાંડમાં અફરોઝ ફટ્ટા ને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે અફરોઝ ફટ્ટા ને દોષ મુક્ત કરવામાં આવ્યો છે.સુરતના ચકચારી 5400 કરોડના હવાલા કૌભાંડ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી છે. 5400 કરોડના હવાલા કૌભાંડમાં અફરોઝ ફટ્ટા કોઈ ભૂમિકા ન હોવાની રજૂઆત હાઈકોર્ટે સ્વીકારી છે. ખોટા ડોક્યુમેન્ટ સહિત જે દાવા હતા તે કોઇ ફળીભૂત થયા નથી. અફરોઝ દોષમુક્ત કરવા સેશન્સ કોર્ટના હુકમ નો હાઈ કોર્ટ યથાવત રાખ્યો છે.

હવાલા કૌભાંડમાં અફરોઝ ફટ્ટા ને સેશન્સ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી. જે કેસમાં સરકાર દ્વારા હાઇકોર્ટમાં જવામાં આવ્યું હતું. જેમાં સેશન્સ કોર્ટના હુકમનો પડકારતી સરકારની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કરોડના હવાલા મુદ્દે અફરોઝ ફટ્ટા સામે PMLA એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. સુરતનું 5400 કરોડનું જે કૌભાંડ હતું તેમાં રાજ્ય સરકારની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. ખોટા ડોક્યુમેન્ટ સહિતના જે દાવા કરવામાં આવ્યા હતા તેમાં અફરોઝ ફટ્ટાની કોઈ ભૂમિકા ન હોવાની રજૂઆત હાઈકોર્ટે સ્વીકારી છે. અફરોઝ ફટ્ટાને દોષિત મુક્ત કરવાના સેશન્સ કોર્ટના હુકમ નો હાઈ કોર્ટ યથાવત રાખ્યો છે. PMLA એક્ટ હેઠળ જે કેસ થયો હતો તેમાં અફરોઝ ફટ્ટા પર હવાલા દ્વારા નાણાં મોકલવાનો આરોપ હતો. ત્યારે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ઘણા લાંબા સમય સુધી આ કેસ ચાલ્યો. ત્યારે આજે ઘણા લાંબા સમય ગુજરાત હાઇકોર્ટ દ્વારા અફરોઝ ફટ્ટાને રાહત આપવામાં આવી છે.

Next Story