Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું,જાણો સમગ્ર મામલો..

ભરૂચમાં પતિએ પત્નીને સોશિયલ મીડિયા ઉપર ફોટા વિડિયો અપલોડ કરવા બાબતે ઠપકો આપતા પતિના શબ્દો નું લાગી આવતા પત્નીએ રસોડાના રૂમમાં જઈ જાતે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું,જાણો સમગ્ર મામલો..
X

ભરૂચમાં પતિએ પત્નીને સોશિયલ મીડિયા ઉપર ફોટા વિડિયો અપલોડ કરવા બાબતે ઠપકો આપતા પતિના શબ્દો નું લાગી આવતા પત્નીએ રસોડાના રૂમમાં જઈ જાતે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંહોવાનું સામે આવતા અને મૃતકના ગળાના ભાગે નિશાન મળી આવતા હત્યા આત્મહત્યા અંગે રહસ્ય ઊભું થતા મૃતકનું પેનલ પીએમ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ભરૂચના ન્યુ આનંદ નગર સોસાયટી મારૂતિ નગર પાસે ભરૂચ અને મૂળ રહેવાસી રાજસ્થાનના ભગવાનસિંગ સવાઈસિંગ રાજપૂત પોતાની ૨૦ વર્ષીય પત્ની માધુરી સાથે રહેતા હતા અને ગત મોડીરાત્રીના દરમિયાન પતિને હાથ પગ દુખતા હોય તે દરમિયાન તેની પત્ની માધુરી તેને હાથ પગ દબાવી આપતી હતી. ત્યારે પત્ની માધુરીએ ફેસબુક ઉપર વિડીયો બનાવવા માટે જીદ કરી હતી. પત્નીએ કહેલું કે હું ફેસબુક ઉપર મારો વિડિયો મૂકો છું તેમ કહેતા પતિએના પાડેલ પત્નીએ વિડિયો મુકવા માટે જીદ કરતા પતિએ તેને ગુસ્સામાં કહેલ કે વિડીયો મુકીશ તો મારીશ તેમ કહી પતિએ મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને પત્ની રીસાઇને રસોડામાં જતી રહી હતી.

૧૫ મિનિટ જેટલો સમય વિતવા છતાં રસોડામાંથી બહાર નહીં આવતા પતિએ દરવાજો ખોલીને જોતા માધુરી જમીન ઉપર ગળામાં દુપટ્ટો વિટાળેલ અવસ્થામાં હોય જેથી પતિએ દુપટ્ટો કાઢી તેણીને વાતચીત કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ તે કશું બોલતી ન હોવાના કારણે મોટાભાઈ તથા આજુબાજુના લોકોને જાણ કરી રીક્ષા મારફતે ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે લઇ જતા સેવાશ્રમ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ લઇ જવાનું કહેતા સિવિલ હોસ્પિટલમાં લાઅવતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતામાધુરીના મોતને લઇ હત્યા કે આત્મહત્યા અંગે શંકા કુશંકા ઉભી થતા પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ તથા પેનલ પીએમ કરાવ્યું હતું. હાલ તો પ્રાથમિક અનુમાન ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું લાગતાં પોલીસે આકસ્મિક ગુનો દાખલ કર્યો છે એફ.એસ.એલ.ના રિપોર્ટ બાદ હત્યા કરાઈ હોવાની શંકા સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે.

Next Story