Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોરોનાના નવા 2275 કેસ નોંધાયા, 21 લોકોના મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો ચાલુ છે. ગુરુવારે રાજ્યમાં 2275 નવા કેસ નોંધાયા છે. જ્યારે 8172 લોકો સાજા પણ થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 2275 કેસ નોંધાયા, 21 લોકોના મોત
X

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો ચાલુ છે. ગુરુવારે રાજ્યમાં 2275 નવા કેસ નોંધાયા છે. જ્યારે 8172 લોકો સાજા પણ થયા છે. જો કે આ દરમિયાન 21 લોકોના મોત પણ થયા હતા. હાલમાં રાજ્યમાં 21 હજાર 437 કેસ એક્ટિવ છે. અત્યાર સુધીમાં 10, 761 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં 11,78, 289 દર્દીઓ ચેપ મુક્ત થયા છે.

કોરોના કેસમાં ઘટાડો થયા પછી ગુજરાત સરકારે ગુરુવારે કોરોના માર્ગદર્શિકામાં ફેરફાર કર્યા છે. સરકારે નાઇટ કર્ફ્યુમાં રાહત આપવાની જાહેરાત કરી છે. સરકારે પહેલાથી જ 7 ફેબ્રુઆરીથી ધોરણ 1 થી 9 સુધીની શાળાઓ ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર સહિત આઠ શહેરોમાં નાઇટ કર્ફ્યુમાં ત્રણ કલાક માટે રાહત આપવામાં આવી છે. હવે નાઇટ કર્ફ્યુનો નવો સમય રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો છે.

Next Story