ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 965 નવા કોરોના કેસ નોંધાયા, 928 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 965 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 928 લોકો કોરોના માંથી સાજા થયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે કોરોના વાયરસના કેસમાં સામાવ્ય વધારો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 965 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 928 લોકો કોરોના માંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.65 ટકા નોંધાયો છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 259 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10975 પર યથાવત છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 259, વડોદરા કોર્પોરેશન 81, વડોદરા 60, રાજકોટ કોર્પોરેશન 56, સાબરકાંઠા 46, મહેસાણા 43, સુરત કોર્પોરેશન 42, કચ્છ 38, રાજકોટ 33, મોરબી 31, સુરત 26, અરવલ્લી 24, ગાંધીનગર 24, અમરેલી 23, વલસાડ 22, ગાાંધીનગર કોર્પોરેશન 15, આણંદ 14, બનાસકાંઠા 14, નવસારી 13, પાટણ 13, પંચમહાલ 12, સુરેન્દ્રનગર 11, જામનગર કોર્પોરેશન 10, દેવભૂમિ દ્વારકા 9, પોરબંદર 8, ભરૂચ 7, અમદાવાદમાં 6 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 6029 એક્ટીવ કેસ છે જે પૈકી 18 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 6011 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,43,489 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10975 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,39,445 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,85,87,706 લોકોનું રસીકરણ થયું છે.
અંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTરાજયમાં એકસાથે 55 PIની સાગમટે બદલીનો ગંજીપો ચિપાયો, કોની ક્યાં બદલી...
5 Aug 2022 11:32 AM GMT
આણંદ: સોજીત્રા ગામે ભયંકર અકસ્માત 5 લોકોના મોત, કાર,બાઈક અને રીક્ષા...
11 Aug 2022 4:20 PM GMTઅમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના...
11 Aug 2022 1:21 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTશ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા...
11 Aug 2022 11:50 AM GMTસુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી...
11 Aug 2022 11:44 AM GMT