Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં મેઘરાજા મંડાણ, 5 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાનમાં થોડા દિવસથી પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં મેઘરાજા મંડાણ, 5 દિવસ વરસાદની આગાહી
X

ગુજરાતમાં હવામાનમાં થોડા દિવસથી પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.આમ હવે રાજ્યમાં મેઘરાજા મંડાણ થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે. આ સાથે આવતીકાલે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તો રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડશે. આગામી પાંચ દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની સાથે ગરમીમાં ઘટાડો થવાની આગાહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળી ના કડાકા સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

Next Story