Connect Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રમાં કોરોનાનું વધતુ સંક્રમણ,તંત્રમાં ફફડાટ

છેલ્લા 24 કલાકમાં 74 પોઝિટિવ કેસ બહાર આવતા ફરી બીજી લહેર વાળી સ્થિતિ નજર સામે તરી રહી છે.

દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રમાં કોરોનાનું વધતુ સંક્રમણ,તંત્રમાં ફફડાટ
X

સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસ વધતા તંત્ર ચિંતિત બન્યું છે. છેલ્લા 24 કલાકમાં 74 પોઝિટિવ કેસ બહાર આવતા ફરી બીજી લહેર વાળી સ્થિતિ નજર સામે તરી રહી છે. શાળાના વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ થતાં મોટી ઉપાધિ માથા પર મંડરાઈ રહી છે. કલસ્ટર વિસ્તારો અઠવા ઝોનમાં સૌથી વધુ 37 કેસ, રાંદેર ઝોનમાં કોરોનાના 15 કેસ નોંધાયા છે.સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ગણેશ ગોવલેકર પણ સંક્રમિત થયા છે. સામે સુરત પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સુરત ટ્રાફિક વિભાગના DCP પ્રશાંત સુંબે તેમજ ડિંડોલીના PI મહેન્દ્ર સાલુનકે પણ કોરોનાગ્રસ્ત થયા છે. બંને પોલીસ અધિકારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે સંપર્કમાં આવેલા ટેસ્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણે જોર પકડયું છે. એક દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 59 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મહત્વનું છે કે રાજકોટ શહેરમાં 10 જયારે ગ્રામ્યમાં 18 કેસ કોરોનાના નોંધાયા છે.રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ઈથોપિયાની 23 વર્ષીય યુવતીને કોરોના થયો છે. ઓમિક્રોન હોવાની આશંકાએ યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વિદ્યાર્થીનીના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે અમદાવાદની શાળાઓમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. અત્યાર સુધી અમદાવાદની શાળાઓમાં 20 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં અમદાવાદની 6 શાળામાં 9 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદની 10 સ્કૂલમાં અત્યાર સુધી 20 કોરોના કેસ નોંધાયા છે. ઉદગમમાં 4, મહારાજ અગ્રસેન સ્કૂલમાં 4 કેસ, નિરમા સ્કૂલમાં 3 કેસ, સંત કબીર સ્કૂલમાં 2 કેસ નોંધાયા છે. જયારે નવકાર સ્કૂલમાં 1 કેસ, ઝેબર સ્કૂલમાં 1 કેસ, CN વિદ્યાલયમાં 1 કેસ, લોટસ સ્કૂલમાં 1 કેસ અને DPS બોપલમાં 1 અને ટર્ફ સ્કૂલમાં 1 કેસ નોંધાયો છે

Next Story