Connect Gujarat
ગુજરાત

ઇન્દ્રનીલ રાજ્યગુરુ છોડશે કોંગ્રેસનો હાથ..?, જાણો શું છે સમગ્ર મામલો..

ઇન્દ્રનીલ કોંગ્રેસ હાથનો સાથ બીજીવાર છોડશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ છોડી AAP માં જવાના નિર્ણય અંગે મુક્ત મને કરી ચર્ચા કરી હતી.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ છોડશે કોંગ્રેસનો હાથ..?, જાણો શું છે સમગ્ર મામલો..
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. ગત રોજ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાવનગરમાં પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું છે.ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયા અન્ય કોર્પોરેટર આવતીકાલે અમદાવાદ આવશે. જો કે, આપનો પ્રવેશ માત્ર ઇન્દ્રનીલ રાજ્યગુરુ જ જોડાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની AAP પ્રવેશનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

ઇન્દ્રનીલ કોંગ્રેસ હાથનો સાથ બીજીવાર છોડશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ છોડી AAP માં જવાના નિર્ણય અંગે મુક્ત મને કરી ચર્ચા કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સમર્થકો અને કાર્યકરો સાથે રાત્રે કરી બેઠક કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુ આવતીકાલે પ્રદેશ કોંગ્રેસમાં રાજીનામું આપશે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં CM અરવિંદ કેજરીવાલ ની ઉપસ્થિતિમાં જોડાશે તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ હાલમાં પંજાબમાં નવી સરકાર બનાવી છે. પંજાબ બાદ AAPની નજર હવે ગુજરાતમાં છે. ત્યારે હવે AAP ના ટોચના નેતાઓ ની ગુજરાત મુલાકાત માં વધારો થશે. આ સાથે જ AAP ભાજપને જોરદાર ટક્કર આપવા વિવિધ રણનીતિ ઘડી રહ્યું છે. પંજાબમાં ચૂંટણી જીત્યા પછી AAPએ કહ્યું હતું કે, દિલ્હી પછી પંજાબ અને હવે ગુજરાતમાં પરિવર્તન લાવીશું.

Next Story